MNSના સેક્રેટરી પ્રવીણ દરેકરનું રાજીનામું : હવે પાર્ટી છોડવાના પણ સંકેત

24 October, 2014 06:18 AM IST  | 

MNSના સેક્રેટરી પ્રવીણ દરેકરનું રાજીનામું : હવે પાર્ટી છોડવાના પણ સંકેત




પ્રવીણે જણાવ્યું હતું કે ‘મેં મારા મતદાર વિસ્તારમાં ખૂબ મહેનત કરી છે અને વિકાસ કાર્યો કર્યા છે. ઉમેદવારને ૫૦ ટકા મતો તેના કામ માટે અને ૫૦ ટકા મતો પક્ષની વિચારસરણી અને એજન્ડા પર મળે છે. અમારા પક્ષની નીતિઓ અને એજન્ડા વિશે જનતાના મનમાં જરૂર મૂંઝવણ પેદા થઈ છે જે પક્ષની હાર માટે કારણભૂત છે.’

MNSના કાર્યકર્તા દરેકર રાજ ઠાકરે સાથે છેલ્લાં બાવીસ વષોર્થી સંકળાયેલા છે. દરેકરે કહ્યું હતું કે ‘દરેક પક્ષમાં ચડાવઉતાર આવતા હોય છે, પરંતુ હું પાર્ટીના વરિષ્ઠ નેતા બાળા નાંદગાંવકરના મત સાથે સહમત નથી કે વિધાનસભ્યોએ પૂરતી મહેનત ન કરતાં પાર્ટીની હાર થઈ છે. હારજીત થાય છે, પરંતુ હારનાં કારણોનું સાચું વિશ્લેષણ કરવું જરૂરી છે. મેં મારા અનુભવ મુજબ અને પક્ષના હિતમાં વાત કરી છે. હું ખૂબ સંવેદનશીલ છું અને નાંદગાંવકરના મત સાથે સહમત થતો નથી. મેં મારી નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપ્યું છે.’

પ્ફ્લ્ ૨૦૦૯માં ૧૪૩ સીટો પર ચૂંટણી લડી હતી અને ૫.૭ ટકા મત મેળવ્યા હતા, જ્યારે ૨૦૧૪માં પાર્ટીએ ૨૮૮ સીટો પર ચૂંટણી લડી હતી અને મેળવેલા મતોની ટકાવારી ૩.૧ હતી.