પીએમ મોદીને મળ્યાં મમતા બૅનરજીઃપશ્ચિમ બંગાળનું નામ બદલવા માટે કરી રજૂઆત

19 September, 2019 01:37 PM IST  |  નવી દિલ્હી

પીએમ મોદીને મળ્યાં મમતા બૅનરજીઃપશ્ચિમ બંગાળનું નામ બદલવા માટે કરી રજૂઆત

પીએમ મોદીને મળ્યાં મમતા બૅનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વડા પ્રધાન મોદીને તેમના નિવાસસ્થાને મળ્યાં. તેમણે વડા પ્રધાન મોદીને મીઠાઈ અને કુરતા ભેટમાં આપ્યા તેમ જ બંગાળ આવવાનું આમંત્રણ આપ્યું. વડા પ્રધાન સાથે મુલાકાત બાદ મમતા બૅનરજીએ કહ્યું કે વડા પ્રધાન સાથે ચર્ચા સારી રહી. બીજા કાર્યકાળમાં વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યા બાદ હું તેમને નહોતી મળી.

તેમણે કહ્યું કે મેં રાજ્ય માટે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની માગ કરી છે સાથે જ રાજ્યનું નામ બદલવાનું પણ પેન્ડિંગ છે. અમે તેમનાં સૂચનોનો પણ સ્વીકાર કરવા તૈયાર છીએ. મમતા બૅનરજીએ પોતાની વડા પ્રધાન સાથેની આ મુલાકાતને ચૅર ટુ ચૅર મીટિંગ ગણાવી. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય મુલાકાત નહોતી. તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો અમિત શાહ સમય આપે તો કાલે હું તેમની સાથે પણ મુલાકાત કરીશ. મેં વડા પ્રધાનને આગ્રહ કર્યો કે તેઓ દુનિયાના સૌથી મોટા કૉલ બ્લૉકનું ઉદ્ઘાટન પશ્ચિમ બંગાળ આવીને કરે.

આ પણ વાંચો : અયોધ્યા મામલે 'સુનાવણીની ડેડલાઈન નક્કી'! નવેમ્બરમાં આવી શકે છે ચુકાદો

ઉલ્લેખનીય છે કે મમતા બૅનરજીએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરવા સમય માગ્યો હતો. મમતા બૅનરજી ૨૦ સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં છે. પહેલાં આ બન્ને નેતાઓની મુલાકાત મંગળવારે થવાની હતી, પરંતુ વડા પ્રધાન મોદીના જન્મદિવસના પૂર્વનિર્ધારિત કાર્યક્રમના કારણે તેમની મુલાકાત શક્ય ન બની.

mamata banerjee narendra modi national news