મોદી સરકાર પાકિસ્તાનમાં હવાઇ હુમલાના પુરાવા આપે : દિગ્વિજય સિંહ

03 March, 2019 12:17 PM IST  | 

મોદી સરકાર પાકિસ્તાનમાં હવાઇ હુમલાના પુરાવા આપે : દિગ્વિજય સિંહ

દિગ્વિજયસિંહ

પોતાના નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દિગ્વિજયસિંહે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર પાકિસ્તાનમાં કરેલ હવાઇ હુમલાના પુરાવા આપે. તેમણે કહ્યું કે અમેરિકાએ ઓસામા બિન લાદેન ઓપરેશનના નક્કર પુરાવા આપ્યાં હતા, તેવી જ રીતે ભારત સરકારે પણ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. 26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી કેમ્પોમાં હવાઇ હુમલા કરીને તબાહ કર્યા હતા. મીડિયા રિપોટર્સના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં 300થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં દાખલ થયાં હતા, જવાબી કાર્યવાહીમાં મિગ 21એ પાકિસ્તાનના એફ 16ને તોડી પાડ્યું હતું.

દિગ્વિજયે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારતને પરત સોપતા પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, "પાકિસ્તાનના PM ઈમરાન ખાને અભિનંદનને છોડવાનો જે નિર્ણય લીધો તેનાથી તેઓએ સાબિત કર્યું કે તેઓ એક સારા પડોશી છે. હવે તેઓએ આતંકી હાફીઝ સઇદ અને મસૂદ અઝહરને સોંપીને બહાદુરી દેખાડવી જોઈએ." તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન ગુપ્તર એજન્સી ISI અને સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ઈચ્છે છે કે તેમની સરકાર અભિનંદનને સોંપવા માટે ભારતની સાથે સૌદાબાજી કરે. પાકિસ્તાનમાં ઈમરાનની આ વાતને લઈને ઘણી નિંદા થઈ રહી છે કે તેઓએ અભિનંદનને છોડવાના બદલે ભારત પાસે કોઈ માંગ ન રાખી.

આ પણ વાંચો : શબ્દકોશમાં અભિનંદન શબ્દનો અર્થ બદલાઈ ગયો છે : વડા પ્રધાન

શુક્રવારે મોદીએ કન્યાકુમારીમાં કહ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલામાં (2008) પછી વાયુસેના પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવા માંગતુ હતું પરંતુ તત્કાલીન યુપીએ સરકારે એવું કરવાથી રોક્યા હતા. આ અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે, "મેં મોદી જેવો ખોટો વ્યક્તિ નથી જોયો."

digvijaya singh narendra modi national news