દિગ્વિજયની કમલનાથને અપીલ : ભોપાળમાં RSS ઑફિસને ફરી આપો પૂરતું સંરક્ષણ

02 April, 2019 04:42 PM IST  | 

દિગ્વિજયની કમલનાથને અપીલ : ભોપાળમાં RSS ઑફિસને ફરી આપો પૂરતું સંરક્ષણ

દિગ્વિજય સિંહ (ફાઇલ ફોટો)

દિગ્વિજય સિંહને કોંગ્રેસે ભોપાળની સીટ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. લાંબા સમયથી આ સીટપર ભાજપનો કબ્જો રહ્યો. દિગ્વિજય સિંહ ઘણી વાર સંઘના વિરોધમાં વિવાદિત નિવેદનો આપતાં રહે છે. દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહ રાજ્યની કમલનાથ સરકારમાં પ્રધાન છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઑફિસના સુરક્ષા હટાવવાને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું હતું અને દરમ્યાન રાજ્યના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ટ્વીટ દ્વારા કમલનાથની સરકારને RSS ઑફિસને ફરી પૂરતું સરંક્ષણ આપવાની અપીલ કરી છે. જણાવીએ કે મુખ્યપ્રધાન કમલનાથે આરએસએસ ઑફિસનું સંરક્ષણ હટાવવાનો આદેશ આપ્યો હતો.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભોપાળ લોકસભા સીટથી પાર્ટીના કેન્ડિડેટ દિગ્વિજય સિંહે ટ્વીટ કરતાં કહ્યું, "ભોપાળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઑફિસની સુરક્ષા હટાવવી યોગ્ય નથી. હું મુંખ્યપ્રધાન કમલનાથજીને અપીલ કરું છું કે તે તરત જ પૂરતું સંરક્ષણ આપવાનો આદેશ આપે."

ઉલ્લેખનીય છે કે સોમવાર રાતે ભોપાળની RSS ઑફિસ સમિધા ભવનથી સંરક્ષણ હટાવી લેવામાં આવ્યું હતું. અહીં લગભગ 10 વર્ષથી એસએએફના જવાન તહેનાત હતા. રાતે 11 વાગ્યાની આસપાસ એસએએફના જવાનોએ તંબૂ સહિત પોતાનો સામાન ત્યાંથી હટાવી લીધો. જણાવીએ કે દિગ્વિજય સિંહને કોંગ્રેસે ભોપાલ સીટ તરફથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. લાંબા સમયથી આ સીટપર ભાજપનો કબ્જો રહ્યો. દિગ્વિજય સિંહ ઘણી વાર સંઘના વિરોધમાં વિવાદિત નિવેદનો આપતાં રહે છે.

આ પણ વાંચો : કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર, ગરીબી પર વાર, દર વર્ષે 72 હજારઃ રાહુલ ગાંધી

દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહ રાજ્યની કમલનાથ સરકારમાં પ્રધાન છે. તેમણે કોંગ્રેસ કાર્યકર્તા સમ્મેલન દરમિયાન કહ્યું હતું, "આ ચૂંટણી દિગ્વિજય સિંહ જ નહીં કોંગ્રેસનો પ્રત્યેક કાર્યકર્તા અને ભોપાલની જનતા લડશે. મા-નર્મદા અને રાઘૌજી મહારાજના આશીર્વાદ અમારી સાથે છે જીત નક્કી છે."

Kamal Nath digvijaya singh