દેશમાં મહિલાઓ ચારિત્ર્યહીન છે તો મુખ્ય એનું કારણ પુરુષો છે

20 August, 2025 10:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું...

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

કથાકાર અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ પર આપેલા નિવેદન વિશે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે જો દેશમાં મહિલાઓ ચારિયહીન છે તો એનું કારણ પુરુષો છે.

કથાકાર અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ વિશે કરેલાં નિવેદનો પર ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘જો આ દેશમાં મહિલાઓ ચારિત્ર્યહીન થઈ ગઈ છે તો એનું કારણ પુરુષો છે. જો પુરુષો ચારિત્ર્યહીન ન હોત તો સ્ત્રીઓ ચારિત્ર્યહીન ન હોત. જો મહિલાઓએ પોતાનું શરીર વેચવા માટે બજાર ખોલ્યું છે તો એના ખરીદદારો પુરુષો છે. તેથી સ્ત્રીઓ પર જેટલો વિવાદ કે ટિપ્પણી થવાં જોઈએ એટલાં જ પુરુષો પર પણ થવાં જોઈએ. જો સ્ત્રીઓનું ચારિત્ર્યહનન થયું છે તો એ કરનારા પુરુષો છે. તેથી જેટલી સ્ત્રીઓ સજાની ભાગીદાર છે એટલા જ પુરુષો પણ સજાના ભાગીદાર છે.’

શું કહ્યું હતું અનિરુદ્ધાચાર્યે?

કથાવાચક અનિરુદ્ધાચાર્યએ થોડા સમય પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે દસ પુરુષો સાથે લિવ-ઇનમાં રહી ચૂકી હોય એવી સ્ત્રી પછી કોઈ એક પુરુષ સાથે સંબંધને લાંબો સમય કેવી રીતે ટકાવી શકશે.

dhirendra shastri bageshwar baba national news news religion india