એક મહિના સુધી એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નહીં ઉડે, આ છે કારણ...

28 October, 2020 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક મહિના સુધી એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નહીં ઉડે, આ છે કારણ...

પ્રતીકાત્મક તસવીર

શેડ્યુલ કરવામાં આવેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને હવે 30 નવેમ્બર 2020 સુધી રદ્દ કરી દેવામાં આવી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) બુધવારે આ અંગે જાણકારી આપી છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઈન્ટરનએશનલ કમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર લાગેલા પ્રતિબંધોને 31 ઓક્ટોબર 2020 સુધી વધારી હતી. જોકે કોરોના મહામારીને લીધે 30 નવેમ્બર સુધી આ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે બે મહિનાના અંતરાલ બાદ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદેશમાં ફસાયેલા યાત્રિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું છે. અને ઘણા દેશોની સાથે એર બબલનો કરાર કરવામાં આવ્યો છે. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ-19 ડોમેસ્ટિક અધિકતમ 60 ટકા સંચાલન કરવાની મંજૂરી છે. આ વર્ષે જૂનમાં કુલ 19.84 લાખ યાત્રિકોએ ડોમેસ્ટિક યાત્રા કરી છે. ડીજીસીએ જણાવ્યું કે, 25 મેથી 31 મેની વચ્ચે 2.81 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.

DGCAના આંકડા પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરમાં કુલ 34.93 લાખ યાત્રિકોએ ડોમેસ્ટિક ફ્લાઈટથી મુસાફરી કરી હતી. જે પાછલા વર્ષની તુલનામાં 66 ટકા ઓછી છે.

national news coronavirus covid19