ડીમૉનેટાઇઝેશનથી અર્થતંત્રમાં વધુ પારદર્શકતા આવશે : પ્રણવ મુખરજી

26 January, 2017 05:29 AM IST  | 

ડીમૉનેટાઇઝેશનથી અર્થતંત્રમાં વધુ પારદર્શકતા આવશે : પ્રણવ મુખરજી


સંદેશમાં રાષ્ટ્રપતિએ કૅશલેસ ટ્રાન્ઝૅક્શન્સ, લોકશાહી અને ચૂંટણીસુધારા સહિતના અનેક મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે ‘આપણું અર્થતંત્ર પડકારરૂપ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ સારો પર્ફોર્મન્સ દાખવી રહ્યું છે. ડીમૉનેટાઇઝેશનને કારણે હંગામી ધોરણે દેશની આર્થિક ગતિવિધિઓ પર અસર થઈ છે, પરંતુ કાળાં નાણાં સામેની લડતમાં ડીમૉનેટોઇઝેશનની સારી અસર થશે અને ડિજિટલ પેમેન્ટ વ્યાપક બનતાં ભ્રષ્ટાચાર પણ અંકુશમાં આવશે. એ રીતે અર્થતંત્રની પારદર્શકતા પણ વધશે.’