મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસ બાદ ઘાતકી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું જોખમ, નોંધાયા 21 કેસ

22 June, 2021 04:44 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ઓછામાં ઓછા 21 કેસ નોંધાયા છે. આ સાથે જ એક નવું જોખમ ઉભું થયું છે.

સૌજન્યઃ સુરેશ કરકેરા

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના જીવલેણ  વેરિઅન્ટના ઓછામાં ઓછા 21 કેસ નોંધાયા છે. આ સાથે જ એક નવું જોખમ ઉભું થયું છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ માહિતી આપી છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સોમવારે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ડેલ્ટા વેરિએન્ટના 21 કેસ નોંધાયા છે.

આ મુદ્દો એટલા માટે ગંભીર છે કારણ કે આરોગ્ય સંસ્થાઓ હવે નવા આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે મુશ્કેલીમાં મુકાઈ છે.  રત્નાગિરીમાં 9 અને મુંબઇમાં 2 ડેલ્ટા વાઈરસના કેસ નોંધાયા છે.  આ ઉપરાંત દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ પ્રકારના મોટાભાગના કેસ જોવા મળ્યા છે.  પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે જલગાંવમાં અન્ય સાત કેસ મળી આવ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાઈરસ, મ્યુકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ જેવા રોગથી પરેશાન છે, ત્યાં એવામાં હવે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ સામે આવી રહ્યાં છે. સ્ટેટ કોવિડ -19 ટાસ્ક ફોર્સના સભ્ય ડો.ઉદય કુલકર્ણીએ આજે ​​ખાતરી આપી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તેના નિયંત્રણ માટે સારવાર અને અન્ય પ્રોટોકોલ નક્કી કરવાના પ્રયાસો શરૂ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 7,500 થી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા છે અને ડેલ્ટા વેરિઅન્ટના નમૂનાઓ દરેક જિલ્લામાંથી 100 થી વધુના દરે એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

national news maharashtra coronavirus mucormycosis