દિલ્હીમાં ATMની કૅશ-વૅનમાંથી રોકડા બે કરોડ રૂપિયાની ધોળે દહાડે લૂંટ, ગાર્ડની હત્યા

30 November, 2014 06:00 AM IST  | 

દિલ્હીમાં ATMની કૅશ-વૅનમાંથી રોકડા બે કરોડ રૂપિયાની ધોળે દહાડે લૂંટ, ગાર્ડની હત્યા



દિલ્હી યુનિવર્સિટીના નૉર્થ કૅમ્પસ વિસ્તારમાં બંગલો રોડ પરના સિટી બૅન્કના ATMમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે એક પ્રાઇવેટ કૅશ રિપ્લેસમેન્ટ કંપનીની વૅન કૅશ રીફિલિંગનું કામ કરવા આવી ત્યારે આ લૂંટ આચરવામાં આવી હતી.

કૅશ-વૅન સિટી બેન્કના ATM નજીક પહોંચી ત્યારે બાઇક પર સવાર થઈને આવેલા અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બે પૈકીના એકે લૂંટનો વિરોધ કરતા ગાર્ડને શૂટ કરી નાખ્યો હતો. હુમલાખોરોએ કૅશ-વૅનના કસ્ટોડિયનને પણ શૂટ કરવાની ધમકી આપી હતી. એ પછી કૅશ-વૅનમાંના અંદાજે બે કરોડ રૂપિયા રોકડા લઈને તેઓ નાસી છૂટ્યા હતા.

આ વર્ષના પ્રારંભમાં સાઉથ દિલ્હીની ડિફેન્સ કૉલોનીમાં આવેલી એક અન્ય પ્રાઇવેટ બૅન્કના પાંચ કરોડ રૂપિયા ભરેલી કૅશ-વૅનને પણ લૂંટી લીધી હતી. એ કિસ્સામાં પણ વિરોધ કરનારા ગાર્ડને શૂટ કરી નાખવામાં આવ્યો હતો.