શાહીન બાગમાં ત્રણ મહિનાથી ચાલી રહેલા ધરણા આખરે પુરા થયા

25 March, 2020 01:35 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

શાહીન બાગમાં ત્રણ મહિનાથી ચાલી રહેલા ધરણા આખરે પુરા થયા

શાહીન બાગમાં ચાલી રહ્યાં પ્રદર્શનનો પોલીસે કરાવ્યો અંત

નાગરિત્વક સુધારો અધિનિયમ (CAA) અને નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં જે પ્રદર્શન ચાલી રહ્યું હતું તેને મંગળવારે સવારે પોલીસે પુર્ણ કરી દીધું છે. શાહીન બાગમાં બન્ને બાજુના રસ્તા ખાલી કરાવ્યા હતા. કાર્યવાહી દરમ્યાન નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં છ મહિલાઓનો પણ સમાવેશ છે. દિલ્હીમાં લૉકડાઉન હોવાથી અને ધારા-144 લાગુ કરવામાં આવી હોવાથી આ દરમ્યાન આવશ્યક વસ્તુઓ અને ઈમરજન્સી વાહનોની અવરજવરમાં તકલીફ ન પડે એટલે દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે.

સંપુર્ણ લૉકડાઉન અને ધારા-144 નું પાલન થાય એટલા માટે મંગળવારે સવારે પોલીસે શાહીન બાગમાં ચાલી રહેલા ધરણા સ્થળે પહોચીને લોકોને વિનંતી કરી હતી કે તેઓ ધરણા પુરા કરી દે. દરમ્યાન વિરોધ કરનાર છ મહિલા સહિત નવ લોકોની ધરપકડ કરી હતી અને આખો રસ્તો ખાલી કરાવ્યો હતો. પછી ધરણાની જગ્યાએથી તંબુ, ખુરશીઓ, ટેબલો વગેર હટાવી દીધા હતા.

અહીં છેલ્લા ત્રણ મહિનાથી પ્રદર્શન ચાલતું હતું અને આવતા-જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

national news delhi news coronavirus shaheen bagh caa 2019 citizenship amendment act 2019 nrc delhi police