કૃષિ કાયદા વિરુદ્ધ કૉંગ્રેસ માર્ચ અટકાવી, પ્રિયંકા ગાંધીની ધરપકડ

24 December, 2020 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કૃષિ કાયદા વિરુદ્ધ કૉંગ્રેસ માર્ચ અટકાવી, પ્રિયંકા ગાંધીની ધરપકડ

તસવીર સૌજન્ય એએનઆઇ

કૃષિ કાયદાના વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં આજે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિજય ચોકથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢી રહ્યા છે. જો કે દિલ્હી પોલીસે અધવચ્ચે જ પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસ નેતાઓને અટકાવી દીધા અને તેમની ધરપકડ કરી લીધી છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ખેડૂતો માટે એવા શબ્દોનો ઉપયોગ પાપ છે, જો સરકાર તેમને દેશદ્રોહી કહે છે તો સરકાર પાપી છે.

આ પહેલા પ્રિયંકા ગાંધીએ દિલ્હી પોલીસ દ્વારા અટકાવવા પર આપત્તિ નોંધાવી હતી અને કહ્યું હતું કે સરકારના વિરોધમાં કોઇપણ વિરોધને આતંકના તત્વોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમણે આગળ ખહ્યું કે અમે ખેડૂતોના સમર્થનમાં અવાજ વધારવા માટે આ માર્ચ કરી રહ્યા છીએ.

રાહુલ ગાંધીનું ટ્વીટ-અન્નદાતાનો આપવો પડશે સાથ
'ભારતના ખેડૂતો ત્રાસથી બચવા માટે કૃષિ-વિરોધી કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ સત્યાગ્રહમાં આપણે બધાંએ દેશના અન્નદાતાઓનો સાથ આપવો જોઇએ.'

જેમની પાસે પરવાનગી, તે જ નેતા જશે-એસીપી
ચાણક્યપુરી એસીપી પ્રજ્ઞાએ કહ્યું કે જે નેતાઓને પરવાનગી આપવામાં આવી છે, ફક્ત તે જ નેતાઓ રાષ્ટ્રપતિ ભવન જશે.

કૉંગ્રેસને નથી મળી પરવાનગી-ડીસીપી
નવી દિલ્હીના ડીસીપી દીપક યાદવનું કહેવું છે કે આજ માટે કૉંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની પરવાનગી આપી નથી. જો કે, જે ત્રણ નેતાઓ પાસે પરવાનગી પત્ર છે, તે રાષ્ટ્રપતિ ભવન જશે.

national news delhi news priyanka gandhi