દિલ્હી અને મુંબઈ વચ્ચે 1.03 લાખ કરોડ રૂપિયાના ખર્ચે હાઈવે બનશેઃ ગડકરી

02 February, 2020 10:18 AM IST  |  New Delhi

દિલ્હી અને મુંબઈ વચ્ચે 1.03 લાખ કરોડ રૂપિયાના ખર્ચે હાઈવે બનશેઃ ગડકરી

નીતિન ગડકરી

કેન્દ્ર સરકારે દિલ્હી-મુંબઈ વચ્ચે નવો હાઈવે બનાવવાની યોજના તૈયાર કરી છે. ત્રણેક વર્ષમાં આ યોજના પૂરી થયા પછી દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર ૧૨ કલાકમાં કાપી શકાશે કારણ કે, આ હાઈવેથી બંને શહેર વચ્ચેનું અંતર ૨૮૦ કિ.મી. ઘટી જશે.

એસોચેમ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, અમે દિલ્હી મુંબઈ વચ્ચે રૂ. ૧,૦૩,૦૦૦ હજાર કરોડના ખર્ચે હાઈવે બનાવી રહ્યા છીએ. હું ખાતરીપૂર્વક કહી શકું કે, આ યોજના ત્રણ વર્ષમાં પૂરી થઈ જશે અને આ બે શહેર વચ્ચેનું અંતર ૨૮૦ કિ.મી. કપાઈ જશે, જેથી તમે કારમાં ફક્ત ૧૨ કલાકમાં આ અંતર કાપી શકશો.

આ પણ વાંચો : નિર્ભયા ગૅન્ગરેપ: નરાધમ વિનયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

હાઈવે માટે જમીન હસ્તાંતરણનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત કુલ ૬૦માંથી ૩૨ કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે. આ હાઈવે ગુરુગ્રામ નજીક સોહનાથી શરૂ થઈને મુંબઈ સુધી જશે.

delhi nitin gadkari national news mumbai