હવે ઓનલાઈન નહીં મળી શકે દવાઓ, દિલ્લી હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

26 December, 2018 01:02 PM IST  | 

હવે ઓનલાઈન નહીં મળી શકે દવાઓ, દિલ્લી હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ (પ્રતિકાત્મક તસ્વીર)

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન વેચાવામાં આવતી દવાઓ સામે દિલ્લી હાઈકોર્ટે લાલ આંખ કરી છે. દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે ઓનલાઈન દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવામાં આવી રહી છે. અરજી કરનારે નિયમો તોડીને દવાઓનું ઓનલાઈન વેચાણ કરતી ડઝન વેબસાઈટ્સની માહિતી કોર્ટને આપી છે. જેના પર સુનાવણી કરતા દિલ્લી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે દિલ્લી સરકાર બોર્ડે લગાવેલા પ્રતિબંધોને કડક રીતે લાગુ કરે.

ઝહીર અહમદ નામના ડર્મેટોલોજીસ્ટે અરજી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થવા જોઈએ. અને આ પ્રતિબંધ તરત લાગુ થવો જોઈએ.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, નિયમોને નેવે મુકીને રોજ મોટા પાયે દવાઓનું વેચાણ કરવામાં આવે છે. ત્યાં સુધી કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપશન વિના એક મેઈન માત્રથી દવાઓ મંગાવી શકાય છે. આવી વેબસાઈટના નામ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી અમુક વેબસાઈટ્સ તો એવી પણ છે કે જે પ્રતિબંધિત દવાઓ સપ્લાય કરે છે.

ઓનલાઈન દવાઓનું વેચાણ રોકવા માટે સાઉથ દિલ્લી કેમિસ્ટ એસોસિયેશને પણ હાઈકોર્ટની મદદ માંગી હતી. તે સમયે પણ ડૉક્ટરની સલાહ વગર વેચવામાં આવતી દવાઓનું વેચાણ રોકવાની વાત કરવામાં આવી હતી.

આજકાલ મોટા શહેરોમાં દવાઓ પણ ઓનલાઈન મંગાવવાનું ચલણ વધ્યું છે. લોકો મેડિકલ સ્ટોરમાં જઈને જાતે દવાઓ સેવાના બદલે ઓનલાઈન મંગાવવાનું પસંદ કરે છે. જે ક્યારેક જોખમી નિવડી શકે છે.

delhi high court