CJIના સામે યૌન ઉત્પીડનના આરોપોના અહેવાલ છાપવા પર રોક નહીં: દિલ્હી HC

29 April, 2019 02:06 PM IST  |  દિલ્હી

CJIના સામે યૌન ઉત્પીડનના આરોપોના અહેવાલ છાપવા પર રોક નહીં: દિલ્હી HC

દિલ્હી હાઈ કોર્ટ

દિલ્હી હાઈ કોર્ટે સોમવારે થયેલી સુનાવણી દરમિયાન આ અરજીને ફગાવી દીધી છે, જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપોને મીડિયામાં પ્રકાશિત કરવા પર રોક લગાવવાની માંગ કરી હતી.

એક એનજીઓએ અરજીમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના રંજન ગોગોઈ વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપોને છાપવા અથવા પ્રસારિત કરવાથી મીડિયા પર રોક લગાવવાની માંગ કરી હતી, જ્યાર સુધી ત્રણ ન્યાયિક તપાસ સમિતિ કોઈ પરિણામ સુધી પહોંચી જતી નથી

જણાવી દઈએ કે એનજીઓ એન્ટી કરપ્શન કાઉન્સિલ ઑફ ઈન્ડિયા તરફથી દાખલ થયેલી અરજીમાં કહ્યું હતું કે CJI વિરૂદ્ધ આરોપ ભારતીય ન્યાયિક પ્રણાલી પર સીધા પ્રહાર કરે છે. અરજીમાં ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સિવાય સોશિયલ મીડિયાના માટે પણ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મુંબઈકર્સે ઉત્સાહથી મતદાન કરી નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

 અરજીએ કાયદા અથવા ન્યાન અને સૂચના અથવા પ્રસારણ મંત્રાલય, દિલ્હી સરકાર, ભારતીય પ્રેસ પરિષદ અને દિલ્હી પોલીસ આયુક્તને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

delhi high court national news delhi