દિલ્હીના પૂર્વ CM શીલા દિક્ષીતનું નિધન, આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

20 July, 2019 08:28 PM IST  | 

દિલ્હીના પૂર્વ CM શીલા દિક્ષીતનું નિધન, આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

પૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીતનું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીતનું 81 વર્ષે નિધન થયું છે. શિલા દિક્ષીત છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. છેલ્લા કેટલાક સમયથી એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ખરાબ તબિયતના કારણે એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં હતાં.  શીલા દીક્ષિતનું પેસમેકર ઠીકથી કામ ન કરવાના કારણે તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં હતા. કેટલાક સમયમાં શીલા દિક્ષીતનો પાર્થિવ શરીર તેમને નિજામુદ્દીન સ્થિત નિવાસસ્વાન પર લાવવામાં આવ્યું છે. રાજકારણીય નેતાઓ, કાર્યકર્તાઓને અંતિમ દર્શન માટે પાર્થિવ શરીર મુકવામાં આવશે.

31 માર્ચ 1938માં શીલા દિક્ષીતનો જન્મ પંજાબના કપૂરથલામાં થયો હતો. ત્યારબાદ 2014માં શીલા દિક્ષીતને કેરળમાં રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતા. જો કે ત્યારબાદ 25 ઓગસ્ટ 2014ના રાજ્યપાલ પદથી રાજીનામું આપ્યું હતું શીલા દિક્ષીત ત્રણ વાર દિલ્હીના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા. શીલા દિક્ષીતનું સ્થાન કૉન્ગ્રેસમાં ઘણું મહત્વનું હતું. શીલા દિક્ષીત કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સુમાર હતા અને દિલ્હી કૉન્ગ્રેસ અધ્યક્ષ પદે હતા. 

 

શીલા દિક્ષીત 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન રહ્યાં હતાં. શીલા દિક્ષીત કોન્ગ્રેસના નેતૃત્વમાં સતત 3 વાર કોન્ગ્રેસે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સતત 15 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર મુખ્ય પ્રધાન તરીકે રહ્યાં હતાં. આશરે 1 અઠવાડિયા પહેલા દિલ્હીના પ્રદેશ પ્રભારી પીસી ચાકોએ શીલા દીક્ષિત સાથે થયેલા વિવાદ બાદ કહ્યું હતું કે, તબિયત ખરાબ હોવાના સામે આરામ કરવાની જરૂર છે.