Delhi Election: તેરા ઝાડૂ ચલ ગયા, કેજરીવાલનું દિલ્હીવાસીઓને આઇ લવ યુ

11 February, 2020 06:58 PM IST  |  | Mumbai Desk

Delhi Election: તેરા ઝાડૂ ચલ ગયા, કેજરીવાલનું દિલ્હીવાસીઓને આઇ લવ યુ

પાટનગર દિલ્હીએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પસંદગીની મહોર અરવીંદ કેજરીવાલ પર મારીને સાબિત કરી દીધું છે કે નક્કર કામ કરનારી સરકારમાં જ લોકોને વિશ્વાસ હોય છે. 'કમળ'ની પાંખડીઓ ખરી પડી અને કેજરીવાલનાં મફલરની ગરમીએ લોકોનાં દીલ જીતી લીધા. કેજરીવાલે આપ પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હી વાસીઓનો આભાર માન્યો હતો અને દિલ્હીવાસીઓને આઇ લવ યુ કહ્યું હતું અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. કેજરીવાલ ફરી એકવાર દિલ્હીનાં મુખ્યમંત્રી બનશે, 62 બેઠક પર આપનો વિજય, 8 બેઠક પર ભાજપા, કોંગ્રેસ ક્યાંયની ન રહી. 

રીવાલ ફરી એકવાર દિલ્હીનાં મુખ્યમંત્રી બનશે અને આજે જ્યારે તેમની પત્ની સુનિતાનો જન્મદીવસ છે ત્યારે પોતાની જીતની તોતિંગ ભેટ તેને આપશે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મત ગણતરી ચાલુ થઇ તેની પહેલી પંદર મીનિટમાં નિશ્ચિત થઇ ગયું હતું કે કેજરીવાલની જીત થશે. કોંગ્રેસ માટે ભારે નાલેશીની વાત છે કે તેમને ભાગે કોઇ રડીખડી બેઠક પણ નથી આવી. કેજરીવાલ સવારે નવ વાગ્યાથી પોતાની ઑફિસે પહોંચી ગાય હતા અને સાથે સાથીદારો મનીષ સિસોદિયા, ગોપાલ રાય પણ પહોંચ્યા હતા. આપની ઑફિસની બહાર મીડિયાની જમાવટ હતી પણ ભાજપાની ઑફિસની બહાર બધું સુમસામ લાગતું હતું. 

ભાજપા હાર માટે તૈયાર હતો?


ભાજપાએ અમિત શાહની તસવીરો વાળા પોસ્ટર લગાડ્યા હતા કે જેની પર લખેલું હતું કે અમે વિજયથી અહંકારી નથી થતા અને પરાજયથી નિરાશ નથી થતા. હંમેશા આપબડાઇથી ઉંચી ન આવતી આ પાર્ટીનું આવું પોસ્ટર ઘણું બધું કહી જાય છે.


કોંગ્રેસની ભૂલો પરથી શીખ્યા કેજરીવાલ

એક યોગ્ય રાજકારણીનું લક્ષણ એ છે કે તે બીજાની ભૂલો પરથી શીખે છે. પ્રચાર દરમિયાન TINA એટલે કે ધેર ઇઝ નો ઑલ્ટરનેટિવ વાળી વાતને પકડી રાખીને આપે પોતાના મુદ્દા રજૂ કર્યા હતા. વળી ભાજપાનાં પ્રચારમાં બધે વડાપ્રધાન મોદીના ચહેરાનો ઉપયોગ થયો ત્યારે આપે સામે પ્રહાર કર્યો હતો કે શું પક્ષમાં મુખ્યમંત્રી બની શકે તેવો કોઇ ચહેરો નથી? જો કે આપનું ડહાપણ ત્યાં દેખાયું જ્યાં તેમણે મોદી પર એકે ય સીધો વાર ન કર્યો. પોતાના એજન્ડાને લક્ષ્ય પર રાખીને આગળ વધતી આપે ક્યાંય કશું ય ઉશ્કેરણીજનક ન કર્યું, ન વહેવારમાં ન વિધાનમાં જ્યારે ભાજપાએ કાયમની માફક થોડા ઘણા તાર્કિક વિધાનો પછી અંતે તો ઉશ્કેરણીજનક અને ધ્રુવીકરણની રાજનીતિનો પાલવ ઝાલ્યો હતો.

delhi elections arvind kejriwal narendra modi amit shah