બીજેપીની હારથી પાર્ટીમાં સન્નાટો, મનોજ તિવારીની રાજીનામાની રજૂઆત

13 February, 2020 04:15 PM IST  |  Mumbai Desk

બીજેપીની હારથી પાર્ટીમાં સન્નાટો, મનોજ તિવારીની રાજીનામાની રજૂઆત

નવી દિલ્હી ઃ (જી.એન.એસ.) દિલ્હીમાં ૨૧ વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા બીજેપીને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ૭૦ સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત ૮ બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે.

નોંધનીય છે કે દિલ્હીમાં મળેલી હારથી બીજેપીનું ટોચનું નેતૃત્વ આઘાતમાં સરી પડ્યું છે. સંપૂર્ણ તાકાત ઝોંકી, દમદાર નેતાઓની ફૌજ પ્રચારમાં ઊતરવા છતાં બીજેપીને માત્ર ૮ બેઠકો મળી. પાર્ટીની સજ્જડ હાર બાદ હવે બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ હારની સમીક્ષા માટે ગઈ કાલે સાંજે ૫ વાગે મહાસચિવોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

બીજેપીના બે દિગ્ગજ નેતા પાર્ટીની હારની સમીક્ષા કરશે.

manoj tiwari manoj tiwary national news