09 February, 2025 10:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશી
દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશીએ કાલકાજી બેઠક પર ભારે ઉતારચડાવ બાદ ભારતીય જનતા પાર્ટીના રમેશ બિધુડી સામે જીત હાંસલ કરી હતી. તેમણે પોતાની જીત બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો કાલકાજીની જનતાનો મારામાં વિશ્વાસ બતાવવા બદલ આભાર માનું છું. હું મારી ટીમનો પણ આભાર માનું છું જેણે બાહુબળ, ગુંડાગર્દી અને મારપીટનો પણ સામનો કર્યો તેમ જ મહેનત કરીને જનતા સુધી પહોંચી. બાકી દિલ્હીની જનતાનો જે જનાદેશ છે એ અમને સ્વીકાર છે. હું મારી બેઠક પરથી જીતી છું, પણ આ જીતનો સમય નથી. જંગનો સમય છે. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી અને ગુંડાગર્દીની ખિલાફ અમારો જંગ ચાલુ છે અને ચાલુ જ રહેશે. આમ આદમી પાર્ટી (AAP) હંમેશાં ખોટાની સામે લડતી આવી છે અને લડતી રહેશે. આ જરૂર એક ઝટકો છે, પણ AAPનો દિલ્હી અને દેશનો લોકો માટેનો સંઘર્ષ ક્યારેય ખતમ નહીં થાય.’