દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા COVID-19 પૉઝિટિવ

14 September, 2020 09:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા COVID-19 પૉઝિટિવ

ફાઈલ તસવીર

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા કોવિડ-19 પૉઝિટિવ થયા છે. તેમણે પોતાને આઈસોલેટ કર્યા છે.

તેમણે ટ્વીટરના માધ્યમે માહિતી આપી કે, હળવો તાવ હોવાથી મે આજે કોરોના ટેસ્ટ કરાવ્યો જે પૉઝિટિવ આવ્યો છે. મે પોતાને આઈસોલેટ કર્યો છે. હાલ તાવ કે અન્ય કોઈ પ્રોબ્લેમ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. તમારા બધાની પ્રાર્થનાથી હું જલદી સ્વસ્થ થઈને કામ ઉપર આવી જઈશ.

આજે સવારે દિલ્હી એસેમ્બલીના સ્પિકર રામ નિવાસ ગોયલે જણાવ્યું હતું કે,  આજના સ્પેશ્યિલ એક દિવસના સત્રમાં સિસોદિયા હાજર નહીં રહી શકે કારણ કે તેમને કાલ રાતથી તાવ આવ્યો છે.

દિલ્હી સરકારમાં અમૂક પ્રધાનો સહિત જૂન મહિનામાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ પૉઝિટિવ ટેસ્ટ થયા હતા. 

manish sisodia delhi news