દિલ્હી: 33 વર્ષના યુવકે 80 વર્ષની વૃદ્ધાનો બળાત્કાર કર્યો

09 September, 2020 05:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી: 33 વર્ષના યુવકે 80 વર્ષની વૃદ્ધાનો બળાત્કાર કર્યો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દિલ્હીના છાવલા વિસ્તારની એક શરમજનક ઘટના સામે આવી છે. 80 વર્ષની વૃદ્ધ મહિલા સાથે 33 વર્ષના યુવકે દુષ્કર્મ કર્યું છે. પીડિતાએ આરોપીને પોતાની ઉંમર સામે જોવા કહ્યું હતું. પરંતુ આરોપીએ મહિલાને છોડી નહતી. મહિલાએ વધારે વિરોધ કરતાં આરોપીએ તેની સાથે મારઝૂડ પણ કરી હતી. આ દરમિયાન ગામના અમુક લોકોને શંકા થતાં તેમણે આરોપીને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, છાવલા પોલીસ સ્ટેશને વૃદ્ધાનો મેડિકલ ટેસ્ટ કરાવીને દુષ્કર્મ અને મારઝૂડનો કેસ નોંધી લીધો છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી પ્લમ્બરનું કામ કરતો હતો. છાવલામાં રહેતી 80 વર્ષની મહિલા તેના ઘરની બહાર સાંજે દૂધ વાળાની રાહ જોતી હતી. આ દરમિયાન આરોપી સોનુએ વૃદ્ધા પાસે જઈને કહ્યું હતું કે, આજે દૂધ વાળો નથી આવવાનો તો ચલો હું તમને દૂધ લેવા લઈ જઉં. પછી સોનુ વૃદ્ધાને લઈને રેવલા ખાનપુર પહોંચ્યો હતો. ત્યાં સોનુએ સુનસાન જગ્યા પર મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વૃદ્ધા વારંવાર આરોપીને પોતાની ઉંમરની વાત કરતી હતી પણ આરોપી કઈ જ સાંભળવા તૈયાર નોહતો. મહિલાની ચીસોનો અવાજ સાંભળીને ગામના અમુક લોકોને શંકા થઈ હતી. ગામના લોકો ઘટના સ્થળે પહોંચીને આરોપીને પકડી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. ત્યારપછી ગામના લોકોએ આરોપીને પોલીસને સોંપી દીધો હતો.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આ દુર્ઘટના વિશે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાર અને સભ્ય વંદના સિંહે વૃદ્ધાના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. સ્વાતી માલીવાલે જણાવ્યું હતું કે, જ્યારથી આયોગના સભ્યને ઘટનાની માહિતી મળી છે ત્યારથી તેઓ મહિલાની મદદમાં છે. અહીં છ મહિનાની બાળકીથી લઈને 80 વર્ષની વૃદ્ધા સુધી કોઈ સુરક્ષિત નથી. પીડિતા અને મહિલા આયોગ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવાની માંગણી કરવામાં આવી છે.

national news Crime News new delhi