પૂર્વ નૌસેના અધિકારી મદન શર્મા સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી વાત

12 September, 2020 08:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પૂર્વ નૌસેના અધિકારી મદન શર્મા સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી વાત

રાજનાથ સિંહ

મહારાષ્ટ્ર (Maharashtra)ના શિવસૈનિકો દ્વારા પૂર્વ નૌસેના અધિકારીની ધોલાઇ પર દેશના રક્ષામંત્રી (Defense Minister Rajnath Singh) રાજનાથ સિંહે આ ઘટનાને અસ્વીકાર્ય કહેવામાં આવ્યું છે. રક્ષા મંત્રી (Rajnath singh) રાજનાથ સિંહે આજે પૂર્વ નૌસેના અધિકારી મદન (Madan Sharma) શર્મા સાથે ફોન પર વાત કરી. જેમાં તેમણે કહ્યું કે દેશના પૂર્વ સૈનિક પર આ પ્રકારનો હુમલો સહેજ પણ સ્વીકારી શકાય એવો નથી. આની સાથે જ તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે મદનજી જલ્દી સ્વસ્થ થઈ જાય.

પૂર્વ નૌસેના અધિકારી સાથે થયેલી મારપીટ પછી મહારાષ્ટ્રની રાજનીતિ એકવાર ફરી ચર્ચામાં છે. ભાજપ અને એનડીએ સાથે જોડાયેલા દળ સતત મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકારને ધેરામાં લેતા કહ્યું કે આ ખરેખર ખોટું અને સ્ટેટ સ્પૉન્સર્ડ ટેરર વાળી સ્થિતિ છે. ઉદ્ધવ ઠાકરેના સત્તામાં રહેતા મહારાષ્ટ્રમાં ગુંડારાજની સ્થિતિ છે. આની સાથે જ તેમણે કહ્યું કે આ મામલે 10 મિનિટમાં6 આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં જ આરોપીઓને આપવામાં આવ્યા જામીન
મુંબઇ પશ્ચિમી ઉપનગર કાંદીવલીમાં શિવસૈનિકોએ શુક્રવારે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ મામલે મુંબઇ પોલીસે શિવસેના નેતા કમલેશ કદમ સહિત છ લોકોની ધરપકડ કરી હતી, પણ તેમને શનિવારે સવારે સમતા નગર પોલીસ સ્ટેશને જ જામીન આપી દીધા.

નોંધનીય છે કે શિવસેનાના કાર્યકર્તાઓએ નૌસેનામાંથી રિટાયર્ડ 65 વર્ષીય ઑફિસર પર આ કારણે હુમલો કર્યો કારણકે તેમણે વૉટ્સએપ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને એક કાર્ટૂન ફૉરવર્ડ કર્યો હતો. મુંબઇના સમતા નગર પોલીસ સ્ટેશનમાં કમલેશ કદમ અને તેમના આઠથી 10 સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શિવસેનાના કાર્યકર્તા નૌસેનાના પૂર્વ અધિકારીની ધોલાઇ કરતાં જોવા મળ્યા.

national news rajnath singh