News In Shorts: ભવ્ય શસ્ત્રપૂજા, ૬૬ બાળકોનાં મોત બાદ ભારતીય કફ સિરપની તપાસ

06 October, 2022 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે દશેરાના પ્રસંગે ઉત્તરાખંડના ઔલીમાં શસ્ત્રપૂજા કરી હતી. 

કફ સિરપ (તસવીર સૌજન્ય મિડ-ડે)

ભવ્ય શસ્ત્રપૂજા 

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે દશેરાના પ્રસંગે ઉત્તરાખંડના ઔલીમાં શસ્ત્રપૂજા કરી હતી. 

૬૬ બાળકોનાં મોત બાદ ભારતીય કફ સિરપની તપાસ

 વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ ભારતની મેડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા નિર્મિત ચાર કફ અને કોલ્ડ સિરપ્સ વિશે ગઈ કાલે મેડિકલ પ્રોડક્ટ અલર્ટ ઇશ્યુ કર્યું હતું. પશ્ચિમ આફ્રિકાના દેશ ગૅમ્બિયામાં ૬૬ બાળકોનાં મૃત્યુ અને કિડનીને નુકસાન પહોંચવાની ઘટનાઓને આ કફ અને કોલ્ડ સિરપ્સની સાથે જોડવામાં આવી રહ્યું હોવાથી જ આ પગલું લેવામાં આવ્યું છે. હજી સુધી મેડન ફાર્માસ્યુટિકલ્સે આ બાબતે કશું જણાવ્યું નથી. 

ચિત્તા હેલિકૉપ્ટર ક્રેશ થતાં લેફ્ટનન્ટ કર્નલ શહીદ

અરુણાચલ પ્રદેશના તવાંગ પાસેના ફૉર્વર્ડ એરિયામાં ગઈ કાલે ચિત્તા ચૉપર તૂટી પડવાને કારણે આર્મી એવિયેશનના લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ શહીદ થયા હતા, જ્યારે તેમના કો-પાઇલટ, મેજરને ગંભીર ઈજા થઈ છે. એક ઑફિસરે જણાવ્યું હતું કે બન્ને પાઇલટ્સને નજીકની મિલિટરી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ લેફ્ટનન્ટ કર્નલે ઈજાઓને કારણે દમ તોડ્યો હતો. કો-પાઇલટની સારવાર ચાલી રહી છે. નોંધપાત્ર છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટર દુર્ઘટનાઓમાં મિલિટરીના ૪૫ જવાનોએ તેમની જિંદગી ગુમાવી છે.

national news rajnath singh