રક્ષામંત્રી રાજનાથ સિંહે એલએસીની સ્થિતિની કરી સમીક્ષા

25 October, 2020 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રક્ષામંત્રી રાજનાથ સિંહે એલએસીની સ્થિતિની કરી સમીક્ષા

રક્ષામંત્રી રાજનાથ સિંહે એલએસીની સ્થિતિની કરી સમીક્ષા

રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પૂર્વી સેક્ટરમાં સુકના સ્થિત મુખ્યાલયમાં ભારતીય સેનાની તૈયારીઓની સમીક્ષા કરી. અધિકારીઓએ આ માહિતી આપી. આ કોર સિક્કિમમાં ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર નિરીક્ષણ રાખે છે. રક્ષા મંત્રી બપોરે દાર્જિલિંગ જિલ્લામાં એક પ્રમુખ સૈન્ય અડ્ડા, જેને 'ત્રિશક્તિ' કોર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં પહોંચ્યા હતા. તે પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સીમા ગતિરોધને ધ્યાનમાં રાખીને સૈન્ય તૈયારીઓની સમીક્ષાની સાથે-સાથે સૈનિકો સાથે દશેરા ઉજવવા માટે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના દ્વિદિવસીય પ્રવાસ પર છે. સિંહની સાથે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હતા.

અધિકારીઓએ જમાવ્યું કે 33મી કોરના શીર્ષ કમાન્ડરોને સિક્કિમ સેક્ટરમાં એલએસી પાસે સ્થિતિની સાથે -સાથે સૈનિકો અને હથિયારોની તૈનાતી વિશે પણ રક્ષા મંત્રી અને જનરલ નરવણેને વિસ્તૃત માહિતી આપી. સેનાના જવાનોના એક સમૂહ સાથે વાચતીચમાં, રક્ષા મંત્રીએ વિજયાદશમીના અવસરે તેમને શુભેચ્છાઓ પણ આપી અને દેશની સીમાઓ સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણના વખાણ પણ કર્યા.

તેમણે કહ્યું કે, "તમારા જેવા બહાદૂર સૈનિકોને કારણે, આ દેશની સીમાઓ સુરક્ષિત છે. આખા દેશને તમારા પર ગર્વ છે."
રક્ષામંત્રીએ ત્રિશક્તિ વાહિનીના સમૃદ્ધ ઇતિહાસ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, "ત્રિશક્તિ કોરનો એક મહાન સ્વર્ણિમ ઇતિહાસ છે. ખાસ કરીને 1962, 1867, 1971, અને 1975માં, આ કોરએ વીરતાના ઉદાહરણોનું પ્રદર્શન કર્યું. આ ઉત્કૃષ્ટ રહી છે."

રક્ષા મંત્રાલયના કાર્યાલયે તેમના હવાલે ટ્વીટ કર્યું, "હું વિજયાદશમીના પાવન પર્વ પર તમને બધાંને અને તમારા પરિવારને શુભેચ્છાઓ આપું છું." અધિકારીઓએ જણાવ્યું કે સિંહ દશેરાના અવસરે રવિવારની સવારે સિક્કિમના શેરથાંગ વિસ્તારમાં 'શસ્ત્ર પૂજા' (હથિયારોની પૂજા) કરશે.

નોંધનીય છે કે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ પાંત મહિનાતી સીમા પર વિવાદ ચાલી રહ્યો છે જેથી તેની સાથેના સંબંધોમાં તણાવ છે. બન્ને પક્ષો ગતિરોધ દૂર કરવા માટે રાજનૈતિક અને સૈન્ય સ્તરે અનેક વાર વાતચીત કરી છે. જો કે, ગતિરોધ સમાપ્ત કરવામાં કોઇ સફળતા મળી નથી.

national news defence ministry