૩૧ ડિસેમ્બરે શિર્ડી સાંઈબાબાનું મંદિર દર્શન માટે આખી રાત ખુલ્લું રહેશે

26 December, 2018 05:02 PM IST  | 

૩૧ ડિસેમ્બરે શિર્ડી સાંઈબાબાનું મંદિર દર્શન માટે આખી રાત ખુલ્લું રહેશે

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર


શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.’

 

સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે મુખ્ય પ્રધાનના રાહતફન્ડમાં ૫૦ કરોડનું દાન આપ્યું.


શ્રી શિર્ડી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે સોમવારે મુખ્ય પ્રધાનના રાહતફન્ડમાં ૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જરૂરિયાતમંદ લોકોને સમયસર મદદ મળી રહે એ ઉદ્દેશથી શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે આ દાન કર્યું છે. ટ્રસ્ટના ચૅરમૅન સુરેશ હાવરેએ ૫૦ કરોડ રૂપિયાનો ચેક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપ્યો હતો. મુખ્ય પ્રધાને આ સંદર્ભે ટ્વિટર પર સંસ્થાનો આભાર માન્યો હતો.