જીએસટીમાં ડીનને લાગુ કરાયો, વેપારીઓ પર સીધી અસર થશે

09 November, 2019 09:43 AM IST  |  New Delhi

જીએસટીમાં ડીનને લાગુ કરાયો, વેપારીઓ પર સીધી અસર થશે

જીએસટી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇન્કમ-ટૅક્સ બાદ જીએસટીમાં ડીનને લાગુ કર્યો છે. દેશના વેપારીઓનાં હિતના રક્ષણ માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. સીબીઆઇસીના આદેશ પ્રમાણે ડીનનો ઉપયોગ એવા જીએસટી કેસમાં થશે જેની ઇન્ક્વાયરી ચાલી રહી હોય અને જેમની સામે અરેસ્ટ કે સર્ચ વૉરન્ટ નીકળ્યું હોય. સીબીઆઇસી પ્રમાણે ૮ નવેમ્બર પછી જે પણ કાગળ જાહેર થશે એમાં ડીન આપવો જરૂરી છે.
મીડિયા-રિપોર્ટ પ્રમાણે નાણામંત્રાલયની પહેલ બાદ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવનારી તમામ નોટિસો પર કમ્પ્યુટર જનરેટેડ ડૉક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (ડીઆઇએન-ડીન) હશે. સાથે જ નવા નિર્ણય પ્રમાણે આ નંબર ટેક્સપેયર્સને મળતા તમામ ડૉક્યુમેન્ટ્‌સ પર જરૂરી બની ગયો છે. આ સિસ્ટમથી ટૅક્સ ઍડ્મિનિસ્ટ્રેશનમાં વધારે પાદર્શકતા લાવી શકાશે તેમ જ જવાબદારી નક્કી કરી શકાશે.

goods and services tax national news