પિતાને ફરીથી CM બનાવવા કેજરીવાલની દીકરીએ પાંચ મહિનાની રજા લીધી

18 October, 2019 12:12 PM IST  |  નવી દિલ્હી

પિતાને ફરીથી CM બનાવવા કેજરીવાલની દીકરીએ પાંચ મહિનાની રજા લીધી

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દીકરીએ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે પોતાની નોકરીમાંથી પાંચ મહિનાની રજા લીધી છે. આ વાતની જાણકારી ખુદ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે આપના કાર્યકરોના જિલ્લા સંમેલનમાં આપી હતી. સીએમએ જણાવ્યું કે તેમની દીકરી એક મલ્ટિ-નૅશનલ કંપનીમાં કામ કરે છે. તે પાંચ મહિનાની રજા લઈને પોતાના વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીપ્રચાર કરી રહી છે.

બુધવારે નજફગઢ જિલ્લા કાર્યકરોનું સંમેલન દ્વારકા વિધાનસભામાં મળ્યું હતું. અહીં સીએમએ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. સીએમએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે જો આમ આદમી પાર્ટી નહીં જીતે તો તમને જે વસ્તુ મફતમાં મળી રહી છે એ નહીં મળે. આવું કહીને સીએમ અરવિંદ કેજરીવાલનો ઇશારો વીજળી-પાણીનો હતો. આ પ્રસંગે સીએમ અરવિંદ કેજરીવાલે મફતમાં વીજળી, પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કરેલાં કામોને યાદ કર્યાં હતાં. તેમણે પોતાનાં પાંચ વર્ષના શાસનની સિદ્ધિઓ વર્ણવી હતી.
કેજરીવાલે કહ્યું કે ડેન્માર્કે તેમને બોલાવ્યા હતા, પરંતુ તેમને ન જવા દેવામાં આવ્યા. અમે અહીંથી જ વિડિયો કૉન્ફરન્સ કરીને દુનિયાને જણાવ્યું કે કેવી રીતે પ્રદૂષણ ઓછું કર્યું.

આ પણ વાંચો : આગામી લોકસભા પૂર્વે NRC લાગુ કરી દેવામાં આવશે : અમિત શાહ

આજે આખી દુનિયામાં દિલ્હી સરકારનાં કામોની પ્રશંસા થઈ રહી છે. જોકે, આશ્ચર્યની વાત એ હતી કે સીએમએ ૧૯ મિનિટના પોતાના કાર્યક્રમમાં એક પણ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહપ્રધાન અમિત શાહનું નામ લીધું ન હતું. બીજેપીનું નામ પણ એક વખત જ લીધું હતું.

arvind kejriwal national news delhi