દેશઆખાનાં કૌભાંડોની તપાસ કરતી સીબીઆઇ પોતે છેતરાઈ

26 August, 2012 05:11 AM IST  | 

દેશઆખાનાં કૌભાંડોની તપાસ કરતી સીબીઆઇ પોતે છેતરાઈ

સીબીઆઇ ભારતની સૌથી મોટી તપાસ એજન્સી છે, જે દેશમાં થતા મોટા ગુનાની તપાસ કરે છે. ચાલાક કૌભાંડીઓ અને રીઢા અપરાધીઓ સાથે કામ પાર પાડતી આ તપાસ એજન્સી પોતે જ છેતરપિંડીનો ભોગ બની છે. દિલ્હી ખાતે સીબીઆઇના હેડક્વૉર્ટરમાં કામ કરતા એક ડેટા એન્ટ્રી ઑપરેટરે ચેકની મદદથી સીબીઆઇના ખાતામાંથી ૧૮ લાખ રૂપિયા તફડાવી લીધા હતા.

સીબીઆઇના પે ઍન્ડ અકાઉન્ટ્સ ઑફિસરે ફરિયાદ દાખલ કરતાં આ ઘટના બહાર આવી હતી. સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેતરપિંડી કરનાર ઑપરેટર કૉન્ટ્રૅક્ટ બેઝ પર કામ કરતો હતો. તેણે કરેલી ઉચાપતની રકમ મોટી પણ હોઈ શકે એવી શક્યતા છે. ફરિયાદના આધારે દિલ્હીના ઉત્તમનગરના રહેવાસી પ્રશાંત ઝાની ધરપકડ કરવામાં આવી હતી. પ્રશાંતે બે ચેકના આધારે આટલી રકમ તફડાવી હતી.

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન