દશેરાની ઉજવણીના વિવિધ રંગોઃ મોદી,સોનિયા,મનમોહન એકસાથે

04 October, 2014 06:14 AM IST  | 

દશેરાની ઉજવણીના વિવિધ રંગોઃ મોદી,સોનિયા,મનમોહન એકસાથે

ગઈ કાલે દિલ્હીમાં સુભાષ મેદાનમાં આયોજિત દશેરાની ઉજવણીમાં ભગવાન રામ અને લક્ષ્મણનું પાત્ર ભજવતા કલાકારોને તિલક કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમની સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ હતા અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ હાજર હતા. આ પ્રસંગે નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધી એક મંચ પર હાજર હતાં. તેમણે એકબીજાનું અભિવાદન કરીને દશેરાની શુભકામનાઓ આપી હતી.

દશેરાની ઉજવણી દરમ્યાન ગઈ કાલે દિલ્હીના પરેડ ગ્રાઉન્ડમાં પ્રેસિડન્ટ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને એમાં શાંતિના પ્રતીકસમાં કબૂતરોને છોડવામાં આવ્યાં હતાં.

દિલ્હીના રામલીલા મેદાનમાં દશેરા સેલિબ્રેશન દરમ્યાન ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ ધનુષ્ય-બાણ લઈને રાવણ સામે તીર તાક્યું હતું.

ગઈ કાલે દશેરા નિમિત્તે એક તરફ મુંબઈ નજીકના થાણેમાં પોલીસ-ઑફિસરોએ તો બીજી તરફ અમિþતસર પાસેના ખસામાં આવેલા બૉર્ડર સિક્યૉરિટી ર્ફોસ (ગ્લ્જ્)ના હેડક્વાર્ટરમાં સૈનિકોએ પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું.

નવી દિલ્હીમાં લાલ કિલા મેદાનમાં દશેરાએ કેન્દ્રના હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ અને ઍક્ટર વિવેક ઑબેરૉયે ગઈ કાલે હાથમાં બાણ લઈને રાવણ સામે તીર તાક્યું હતું.

વિજયાદશમીની અસ્ખલિત પરંપરા:દશેરા અને સ્થાપના-દિન નિમિત્તે ગઈ કાલે જયપુરમાં રાષ્ટ્રીય  સ્વયંસેવક સંઘના સભ્યોએ પરંપરાગત સરઘસ કાઢ્યું હતું.

શિવાજી પાર્કમાં સિન્દૂર ખેલા:દાદરના શિવાજી પાર્કમાં ગઈ કાલે બેન્ગાલ ક્લબ્સ સાર્વજનિક દુર્ગાપૂજા મહોત્સવમાં બંગાળી મહિલાઓએ સિન્દૂર ખેલાની પરંપરાગત વિધિમાં હિસ્સો લીધો હતો. આ વિધિમાં મહિલાઓ એકબીજાના કપાળ અને ગાલ પર સિન્દૂર લગાવે છે.
તસવીરો : પ્રદીપ ધિવાર


આઝાદ મેદાનમાં દાનવથી આઝાદી:ગઈ કાલે આઝાદ મેદાનમાં ભડકે બળતો રાવણ. તસવીર : અતુલ કાંબળે