ઓરિસ્સાના કિનારે ટકરાયું ફની, 245 કિમી ઝડપે ફૂંકાયો પવન

03 May, 2019 10:27 AM IST  |  ઓડિશા

ઓરિસ્સાના કિનારે ટકરાયું ફની, 245 કિમી ઝડપે ફૂંકાયો પવન

ભયંકર તોફાન ફની આખરે ઓરિસ્સાના કિનારે ટકરાઈ ચૂક્યુ છે. તોફાનને કારણે રાજ્યમાં 245 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પૂરીમાં પવનની સાથે સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે. ભારે પવનને કારણએ પુરીમાં સંખ્યાબંધ ઝાડ ધરાશાયી થયા છે. સવારે 8 વાગ્યાથી પુરીમાં સતત વરસાદ પડી રહ્યો છે.

સતત વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યુ છે. પૂરીના દરિયાકિનારે ભૂસ્ખલનની પણ ઘટના સામે આવી છે. જો કે સાવચેતીના ભાગ રૂપે 3 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર મોકલી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 43 વર્ષમાં એપ્રિલમાં ભારતના દરિયામાં ઉદ્ભવેલું આ સૌથી ભયંકર તોફાન છે.

તો આંધ્રપ્રદેશમાં NDRFના જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પોતાની જનસભા રદ કરી દીધી છે.

national news