Cyclone Biporjoy : અરબ સાગરનું આ તોફાન ગુજરાતથી કર્ણાટક-ગોવા સુધી મચાવશે ઉહાપોહ

07 June, 2023 10:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક તરફ જ્યાં દેશ મૉનસૂનની (Monsoon) રાહ જોઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાયું છે. ગુજરાત પર આ ચક્રવાતનું જોખમ છે, આને Biporjoy નામ આપવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

એક તરફ જ્યાં દેશ મૉનસૂનની (Monsoon) રાહ જોઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાયું છે. ગુજરાત (Gujarat) પર આ ચક્રવાતનું જોખમ છે, આને Biporjoy નામ આપવામાં આવ્યું છે. આજે, 07 જૂનના રોજ સવારે પાંચ વાગ્યે પૂર્વ મધ્ય અને આસપાસના દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર ગંભીર ચક્રવાતી તોફાન બન્યો છે. આ લગભગ 12.6N અને 66.1E પર કેન્દ્રિત છે અને ગોવાના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી લગભગ 890 km પર સ્થિત છે. 

મેપમાં જુઓ ક્યારે ક્યાંથી પસાર થશે Cyclone Biporjoy
હવામાન વિભાગ પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન એટલે 8 જૂનના રોજ સવાર સુધી તેના ઉત્તર તરફ વધવા અને તીવ્ર થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં બનેલ આ ચક્રવાત ઉત્તર તરફ આગળ વધતા ગતિમાન થશે. હવામાન વિભાગ પ્રમાણે, ચક્રવાતમાં હવાની ગતિ 150થી 190 કિમી પ્રતિકલાકની ઝડપ હશે, 8થી 10 જૂન સુધી સમુદ્રમાં ખૂબ જ ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. આની સૌથી વધારે અસર ગુજરાતના સમુદ્રી કિનારાના શહેરોમાં જોવા મળશે.

આની સાથે જ આઈએમડીનું કહેવું છે કે ચક્રવાત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય ક્ષેત્રોથી ખૂબ જ દૂર જાય છે, પણ તટીય વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે અને આ ચક્રવાતનું લેન્ડફૉલ પાકિસ્તાનમાં હોવાની શક્યતા છે.

કયા રાજ્યો પર અસર, ક્યાં થશે લેન્ડફૉલ?

ગુજરાતમાં અલર્ટ
હવામાન વિભાગે ચક્રવાતને ધ્યાનમાં રાખતા માછીમારોને સમુદ્ર કિનારે ન જવાની સલાહ આપી છે. સાથે જ ગુજરાતના બધા પોર્ટ પર 1 નંબરનું વૉર્નિંગ સિગ્નલ આપ્યું છે. જેમ-જેમ ચક્રવાત નજીક આવશે અને જોખમ વધતું જશે, તે પ્રમાણે વૉર્નિંગ સિગ્નમાં વધારો કરવામાં આવશે. તો ચક્રવાતના જોખમને જોતા ગુજરાત સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : સોળ હજાર હાર્ટ સર્જરી કરનાર ગુજરાતી કાર્ડિયોલોજિસ્ટનું હાર્ટ અટેકમાં જ નિધન

સમુદ્રી કિનારાવાળા શહેરોમાં પ્રશાસનને અલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. જણાવવાનું કે અરબ સાગરમાં વર્ષના પહેલા પ્રી મૉનસૂન તોફાનનું નામ `બિપોરજૉય` રાખવામાં આવશે. જેની સલાહ બાંગ્લાદેશે આપી છે.

mumbai news gujarat news karnataka goa gujarat national news