Cyclone Asani:ચક્રવાત અસાની પડ્યું નબળું, આંધ્રપ્રદેશમાં કેટલાય વિસ્તારમાં વરસાદ

11 May, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંધ્રપ્રદેશમાં અસાની (Asani)ચક્રવાતને લઈ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ત્યારે બુધવારે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી:  આંધ્રપ્રદેશમાં અસાની (Asani)ચક્રવાતને લઈ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ત્યારે બુધવારે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.  IMD અનુસાર, ગંભીર ચક્રવાત આસાની બુધવારે અગાઉની સરખામણીમાં થોડું નબળું પડ્યું હતું અને તે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું હતું. 

આ તોફાન રાજ્યના નરસાપુરમાં 34 કિમીની ઝડપે આવ્યું હતું. આ દરમિયાન ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જણાવી દઈએ કે મંગળવારે જ ઓડિશાના વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું હતું કે ચક્રવાત આસાની બુધવારે સવારે આંધ્રના કિનારે કાકીનાડા પહોંચવાની સંભાવના છે.

આગામી થોડા કલાકોમાં, ચક્રવાત લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આ પછી તે ધીરે ધીરે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ માછલીપટ્ટનમ, નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના કિનારા તરફ આગળ વધશે. તે આજે સાંજ સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ઉભરાય તેવી શક્યતા છે.

કાકીનાડાના થિમ્માપુરમ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રામા ક્રિષ્નાએ કહ્યું કે દરિયા કિનારેનો રસ્તો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. અમે 2 ચેકપોસ્ટ મુકીને ટ્રાફિકને આ દિશામાં જતા અટકાવી રહ્યા છીએ. અમે સંપૂર્ણ એલર્ટ પર છીએ. લોકોને બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે.

national news andhra pradesh