અરબ સાગરમાં બની શકે છે 2021નો પહેલો ચક્રવાત, જાણો ગુજરાતથી ક્યારે થશે પસાર

12 May, 2021 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અરબ સાગરમાં બની શકે છે 2021નો પહેલો ચક્રવાત, જાણો ગુજરાતથી ક્યારે થશે પસાર

પ્રતીકાત્મક તસવીર

 અઠવાડિયે વર્ષનો પહેલો સાઇક્લોન (ચક્રવાત) અરબ સાગરમાં બની શકે છે, કારણકે 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. આ પૂર્વી-મધ્ય અરબ સાગરમાં 16 મેની નજીક એક ચક્રવાતી તોફાન તરીકે ઝડપી થઇ શકે છે અને આ ઉત્તર-પશ્ચિમ તરફ વધી શકે છે. માનવામાં આવે છે કે 16 મેના આવનારા ચક્રવાતી તોફાનને કારમે 14થી 16 મે વચ્ચે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાઇક્લોન આ વર્ષનો પહેલો ચક્રવાત હશે. જ્યારે આ ચક્રવાત તોફાનમાં પરિણમશે, જ્યારે આ બની જશે ત્યારે તેને તૌકતે કહેવામાં આવશે. આ વખતે આ ચક્રવાતનું નામ મ્યાનમારે આપ્યું છે. એવી શક્યતા છે કે આ વર્ષનો આ પેહલો ચક્રવાત 20 મેના ઉત્તર ગુજરાત કે કચ્છ ક્ષેત્રમાંથી પસાર થઈ શકે છે.

ભારતીય મોસમ વિભાગની સાઇક્લોન ઇન્ચાર્જ સુનીતા દેવીએ કહ્યું કે આ વખતે સાઇક્લોનના મૉડલ વચ્ચે અનેક ભિન્નતાઓ છે. કેટલાક મૉડલ દેખાઇ રહ્યા છે કે સાઇક્લોન ઓમાનના તટ પરથી પસાર છે તો કેટલાક મૉડલ દક્ષિણ પાકિસ્તાન તરફથી ઇશારો કરી શકે છે, જેનો અર્થ એ પણ હશે કે આ સાઇક્લોન ગુજરાતના કેટલાક ભાગને પણ પ્રભાવિત કરશે. તેમણે આગળ કહ્યું કે એક ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા પછી જ અમે ચક્રવાતના લેન્ડફૉલને લઈને કંઇક કહી શકાય. હાલ આ સંદેશ ખાસ કરીને 14 મે સુધી પશ્ચિમી તટ પરથી માછીમારોના કમબૅક સુનિશ્ચિત કરવામાં આવશે કારણકે આ દરમિયાન સમુદ્ર છીછરું હશે. અમે ઓછા દબાણવાળા ક્ષેત્રો બન્યા પછી લક્ષદ્વીપ, કેરળ, તટીય કર્ણાટક, તામિલનાડુના ઘાટ ક્ષેત્રો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ગંભીર હવામાન અને ભારે વરસાદની આશા છે.

હવામાન વિભાગ પ્રમાણે નિમ્ન દબાણનું ક્ષેત્ર દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને તેની સાથે જોડાયેલા લક્ષદ્વીપ ક્ષેત્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધવા અને ધીમે ધીમે ઝડપી થવાની શક્યતા છે. આ 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબ સાગરની ઉપર એક ચક્રવાતી તોફાનમાં પરિણમી શકે છે અને ઝડપી થઈ શકે છે, સાથે જ ઉત્તર-પશ્ચિમ તરફ વળી શકે છે. હવામાન વિભાગે અનુમાન દર્શાવ્યું કે લશ્રદ્વીપના મોટાભાગના સ્થળો પર 13 મેના જુદાં-જુદાં સ્થળોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે અને 14 મેના ભારે વરસાદ થઈ શકે છે. 14 અને 15 મે દરમિયાન કેરળ, કર્ણાટટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

cyclone guajrat national news