પત્નીનું કાસળ કાઢી તેના ઘરેણાં પતિએ પોતાની ગર્લફ્રેન્ડે મોકલ્યા

26 February, 2020 06:45 PM IST  | 

પત્નીનું કાસળ કાઢી તેના ઘરેણાં પતિએ પોતાની ગર્લફ્રેન્ડે મોકલ્યા

બેંગલુરુમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે જેમાં એક માણસે તેની પત્નીને મારી નાખીને તેનાં ઘરેણા પોતાની પ્રેયસીને મોકલી આપ્યા છે. આ પુરુષનો લગ્નેતર સંબંધ હતો તે યુવતીને તેણે પોતાની મૃત પત્નીના ઘરેણાં પાર્સલથી મોકલ્યા અને પછી આત્મહત્યા કરી. જોવાનું એ છે કે આ પુરુષની પ્રેયસી હર્ષિતાને ખબર મળી કે તેના પ્રેમીએ આત્મહત્યા કરી લીધી છે તો તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. હર્ષિતાને પોતાની આત્મહત્યા વિષે ખબર આપવાનું કામ પણ આ માણસે પોતે જ કર્યુ હતું. તેણે આત્મહત્યા કરતા પહેલા હર્ષિતા સાથે વાત કરી. આ વિચિત્ર પ્રેમ કથા વિષે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં રિપોર્ટ આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ડૉ. રેવન્થ એક ડેન્ટિસ્ટ હતા અને તેણે પોતાની પત્ની કવિથાને 17મી ફેબ્રુઆરીએ બપોરે 4.30 વાગ્યે સિડેટિવ્સઝ ઇજેક્ટ કર્યા બાદ તેનું ગળું કાપી તેની હત્યા કરી. આ પછી તેણે લગભગ 115 ગ્રામ જેટલા તેના ઘરેણાં એકઠા કર્યા, કવિથાના શબ પર જેટલા ઘરેણાં હતા એ પણ તેણે લઇને ભેગા કર્યા હતા. તેણે આ ઘરેણાં પોતાની ગર્લફ્રેન્ડ હર્ષિતાને પાર્સલ કર્યા જે તેને બીજા દીવસે મળ્યા.

જ્યારે પોલીસને ખબર પડી કે ડૉ. રેવન્થે પોતાની પત્નીની હત્યા કરી છે ત્યારે તેમની ધરપકડ કરવા માટે પોલીસ નિકળી. શનિવારે ડૉ.રેવન્થને ખબર પડી કે પોલીસ તેમને શોધી રહી છે ત્યારે તેણે ધસમસતી ટ્રેઇનની સામે કુદીને આત્મહત્યા કરી લીધી. જો કે આત્મહત્યા કરતા પહેલાં ડૉક્ટરે પોતાની ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો જેણે પણ થોડા જ કલાકોમા જીવન ટુંકાવી દીધું. પોલીસ જ્યારે હર્ષિતાના મોત અંગે તપાસ કરી રહી હતી ત્યારે તેમને તેના ઘરમાંથી ઘરેણાં મળ્યા જે કવિથાનાં હતા અને ત્યારે પોલીસને આ ત્રણેય મૃતકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે ખબર પડી. એક ઑફિસરે જણાવ્યું કે રેવંથ ઇચ્છતો હતો કે કવિથાની હત્યાની તપાસમાં જ પોલીસ ગુંચવાયેલી રહે જો કે હવે પોલીસને એમ લાગી રહ્યું છે કે હર્ષિતાને ખબર હતી કે રેવન્થે તેની પત્નીનું કાસળ કાઢવાનો અને પોતે પણ મરી જવાનો પ્લાન બનાવ્યો છે.

bengaluru Crime News