પત્નીની હત્યા કરીને એક ‘ઝેરીલું જંતુ’ કરડ્યું હોવાની સ્ટોરી બનાવી

02 September, 2020 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્નીની હત્યા કરીને એક ‘ઝેરીલું જંતુ’ કરડ્યું હોવાની સ્ટોરી બનાવી

પ્રતિકાત્મક તસ્વીર

ગુરુગ્રામ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેણે ડીએલએફ ફેઝ-3ના નાથુપુર ગામમાં પત્નીની હત્યા કરી હતી. આરોપીએ સ્ટોરી બનાવી કે તેની પત્નીને એક ‘ઝેરીલું જંતુ’ કરડતા પત્નીનું મોત થયું હતું, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જણાયું કે આ મહિલાનું મોત શ્વાસ ન લઈ શકવાને લીધે થયું હતું.

પોલીસે પતિની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, રવિવારે સવારે અમને ફોન આવ્યો કે કોઈક ઝેરીલુ જંતુ કરડી જવાથી 20 વર્ષની નિકી કુમારીનું નિધન થયું છે. નિક્કીના પતિએ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી જેમાં તેણે કહ્યું કે, કોઈ ઝેરીલું જંતુ કરડી જવાથી પત્નીનું મોત થયું છે. તે પછી પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

ઑટોપ્સી રિપોર્ટ મુજબ શ્વાસ ન લઈ શકવાને લીધે નિક્કીનું મોત થયું હતું. નિકીના પિતા પરમાનંદ પણ તે જ વિસ્તારમાં રહે છે. તેમણે કહ્યું કે, માર્ચ 2019માં મારી દિકરીએ રોશન પાસવાન સાથે લગ્ન કર્યા અને તે પછી નથુપુરમાં જ ભાડેથી રહેતા હતા. છેલ્લા ઘણા દિવસોથી તે મારી દિકરીને હેરાન કરતો હતો, મારતો હતો અને મારી નાખવાની પણ ધમકી આપતો હતો. રવિવારે સવારે સાત વાગ્યે પાસવાન મારા ઘરે આવ્યો અને જણાવ્યું કે નિકી શ્વાસ નથી લઈ શકતી કારણ કે તેને એક ઝેરીલું જંતુ કરડ્યું છે. મે જોયું કે નિકી જીવતી નહોતી અને અમે પોલીસને આ બાબતની જાણ કરી.

નથુપુર પોલીસ પોસ્ટના ઈન-ચાર્જ લાલ સિંહે કહ્યું કે, રોશ પાસવાનની તેની પત્ની સાથે ઝઘડો થતા તેણે ગળું દબાવીને મારી નાખી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

Crime News gurugram murder case