જામિયા બાદ શાહીન બાગમાં ફાયરિંગઃ યુવકની ધરપકડ: આરોપીનું નામ કપિલ ગુર્જર

02 February, 2020 10:18 AM IST  |  New Delhi

જામિયા બાદ શાહીન બાગમાં ફાયરિંગઃ યુવકની ધરપકડ: આરોપીનું નામ કપિલ ગુર્જર

આરોપી કપિલ ગુર્જર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફાયરિંગની ઘટનાઓ પણ વધી છે. સીએએ- એનસીઆરના વિરોધમાં જામિયા મિલિયા યુનિવર્સિટી પછી હવે શાહીન બાગમાં ફાયરિંગ કરનારા એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. શાહીન બાગમાં પોલીસ બેરિકેડ પાસે ફાયરિંગ કરનારા એક વ્યક્તિએ ફાયરિંગ કરી હતી જેને ગણતરીની જ મીનિટોમાં પોલીસે અટકાયત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે શાહીન બાગમાં દોઢ મહિનાથી નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યુ કે આરોપીનું નામ કપિલ ગુર્જર છે. આ ઘટના વિશે ડીસીપી ચિન્મય બિસ્વાલે કહ્યુ, એક વ્યક્તિએ હવામાં ફાયરિંગ કરી હતી. પોલીસે તેને દોડાવ્યો હતો અને ભાગી રહેલા વ્યક્તિને પકડી લીધો હતો. અત્યારે તેની પૂછપરછ ચાલી રહી છે.

જામિયામાં ગોપાલ નામના એક વ્યક્તિએ સીએએ- એનસીઆરના વિરોધમાં માર્ચ કાઢી રહેલા વિદ્યાર્થીઓ પર ‘આવી ને લઇ લો આઝાદી’ના નારા લગાવી ફાયરિંગ કરી હતી. જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. ફાયરિંગ બાદ માર્ચને રોકવામાં આવી હતી અને કોઇને આગળ જવાની પરવાનગી આપવામાં આવી નહતી.

national news shaheen bagh caa 2019 nrc