ગર્ભવતી ગાયને જીવતો બૉમ્બ ખવડાવવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ

07 June, 2020 07:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગર્ભવતી ગાયને જીવતો બૉમ્બ ખવડાવવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ

જીવતો બૉમ્બ ચાવવાને કારણે ફાટ્યું ગાયનું જડબું

કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીનું વિસ્ફોટ ખાવાથી મોત થયા બાદ હિમાચલ પ્રદેશથી પણ આવા જ રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઈએ જીવતો બૉમ્બ બનાવીને ખવડાવી દીધો, તેના લીધે ગાય બહુ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે.

પોલીસે આ મામલે રાતે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટના 25 મેની છે. કોઇકે આ ઘટનાનો વીડિયો પાંચ જૂનના મોડી રાતે સોશિયલ મીડિયા પર મૂક્યો છે છઠ્ઠી જૂને સાંજ સુધી ખૂબ જ વાયરલ થઈ ગયો. આ કારણે આખા દેશમાં ગુસ્સો છે. ઘાસ ખાતી વખતે ગર્ભવતી ગાયને બૉમ્બ ખવડાવી દેતાં તેનું જડબું ફાટી ગયું. જોખમી હોવા છતાં ગાયએ વાછરડાંને જન્મ આપ્યો.

ઘટનાની તપાસ કરતાં એસએચઓ પ્રીતમ ચંદે જણાવ્યું કે ઘટના અંગે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સોષિયલ મીડિયા પર વાયરલ વીડિયોને ધ્યાનમાં લેતા ડીએસપી મુખ્યાલય સંજય શર્મા અને પોલીસ થાણાં ઝંડૂતાના પ્રભારી પ્રીતમ ચંદ શર્મા શનિવારે ઘટનાસ્થળે જઈને તપાસ શરૂ કરી.

નોંધનીય છે કે ગાયના માલિક ગુરુચરણ સિંહે આ માટે પાડોશી પર શંકા વ્યક્ત કરી છે. તેનો આરોપ છે કે કહેવામાં આવેલી વ્યક્તિ જંગલી જાનવરો માટે બૉમ્બ લગાડતી હતી, પણ તે દિવસે મારી ગાય તેની ચપેટમાં આવી ગઈ.

ઉલ્લેખનીય છે કે ગાયના માલિકે ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે આ સંબંધમાં કેસ નોંધ્યો છે. આખા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. લોકોમાં આ ઘટના બાદ ખૂબ જ આક્રોશ છે.

national news Crime News himachal pradesh