કોવિશીલ્ડ વૅક્સિનથી ન્યુરો બ્રેકડાઉન

30 November, 2020 10:30 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

કોવિશીલ્ડ વૅક્સિનથી ન્યુરો બ્રેકડાઉન

પ્રતીકાત્મક તસવીર

કોરોના-વિરોધી વૅક્સિનના સંશોધનનો વિષય વધુ ગૂંચવાઈ રહ્યો છે. કોવિશીલ્ડ વૅક્સિનની ટ્રાયલમાં સામેલ વ્યક્તિએ તેના આરોગ્ય અને સ્વસ્થતા પર ગંભીર અસરો થઈ હોવાનો દાવો કર્યો છે. ચેન્નઈની એ વ્યક્તિએ વૅક્સિનની ટ્રાયલમાં સામેલ થયા પછી તેને ન્યુરો બ્રેકડાઉન થયું હોવાના અને લોકોને ઓળખવાની ક્ષમતા ગુમાવી બેઠો હોવાના દાવા કર્યા હતા. એ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને લીગલ નોટિસ મોકલીને નુકસાની પેટે પાંચ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. એ વ્યક્તિએ તેનો દાવો રજૂ કરતાં તમામ ટેસ્ટ્સ કોવિશીલ્ડ વૅક્સિનને કારણે તબિયત બગડી હોવાનું સૂચવે છે.

એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપની અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ડેવલપ કરેલી વૅક્સિનની ટ્રાયલમાં સામેલ થનાર વ્યક્તિએ એ વૅક્સિન કૅન્ડિડેટ સુરક્ષિત નહીં હોવાનો દાવો કરતાં તેને ટેસ્ટિંગ, ઉત્પાદન અને વિતરણ માટે અપાયેલી મંજૂરી રદ કરવાની માગણી કરવામાં આવી છે. એ વ્યક્તિને ટ્રાયલ માટે વૅક્સિન આપનારાઓમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા અને શ્રી રામચંદ્ર ઇન્સ્ટીટ્યુટ ઑફ હાયર એજ્યુકેશન ઉપરાંત સ્પોન્સર્સમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચનો પણ સમાવેશ છે.

coronavirus covid19 chennai national news