શંકાના ઘેરામાં ઑક્સફૉર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સીન, શરૂઆતમાં જ થયું આ...

26 November, 2020 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શંકાના ઘેરામાં ઑક્સફૉર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સીન, શરૂઆતમાં જ થયું આ...

તસવીર સૌજન્ય જાગરણ

વિશ્વમાં મહામારી કોવિડ-19 સામે જંગ ચાલુ છે. આથી બચાવ માટે તમામ દેશોમાં ચાલતા વેક્સીનના ટ્રાયલ હવે અંતિમ ફેસમાં છે. પહેલા વર્ષના અંત સુધીમાં વેક્સીન આવવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પણ હવે આવતા વર્ષે એટલે કે 2021ની પહેલા અને બીજા ત્રૈમાસિક સુધીના સમયની વાત થઈ રહી છે. એસ્ટ્રાજેનેકા અને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીએ બુધવારે જેવી પોતાની વેક્સીનને વિકસિત કરવામાં શરૂઆતમાં આવેલી ભલ સ્વીકારી, તેવા તેના પર પ્રશ્નો ઉઠવાના શરૂ થઈ ગયા છે.

આમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે જે ગ્રુપને વેક્સીનના ઓછાં ડડોઝ મળ્યા, તે આના સંપૂર્ણ બે ડૉઝ લેનારા ગ્રુપની તુલનામાં ઘણાં વધારે સુરક્ષિત છે. એસ્ટ્રાજેનેકાએ કહ્યું કકે જેમને ઓછો ડૉઝ આપવામાં આવ્યો, તે ગ્રુપમાં આ વેક્સીન 90 ટકા પ્રભાવી સાબિત થઈ છે. જે ગ્રુપમાં આ વેક્સીનના બે ફુલ ડૉઝ આપવામાં આવ્યા તે 62 ટકા પ્રભાવી થયા છે. કુલ મળીને ડ્રગ નિર્માતાએ કહ્યું કે કોરોના સંક્રમણથી બચવામાં વેક્સીન 70 ટકા પ્રભાવી છે.

જાણો વેક્સીનને લઈને વિશ્વના દેશોમાંથી આવતી અપડેટ
-એસ્ટ્રાજેનેકા અને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીએ બુધવારે વેક્સીનના વિકાસ દરમિયાન થયેલી પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે જેને કારણે પ્રાયગિક વેક્સીનને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે તાજેતરમાં જ યુનિવર્સિટી તેમજ કંપનીએ દાવો કર્યો છે કે તેની વેક્સીનના બે શૉટ કોરોના વાયરસથી બચવામાં 90 ટકા પ્રભાવિત છે.

-ભારતે એક કરોડ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સની યાદી બનાવી લીધી છે જેમનું વેક્સીન આવતા જ સૌથી પહેલા રસીકરણ શરૂ કરી દેવામાં આવશે.

-આ ક્રમમાં અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જૉ બાઇડને પણ દેશવાસીઓને વેક્સીનની રાહ જોવાની અપીલ કરી છે અને ત્યાં સુધી થેન્ક્સગિવિંગ ડે જેવા આયોજનો ન ઉજવવા કહ્યું છે.

-ભારત સરકારનો અનુમાન છે કે વેક્સીનના કેટલાક ગંભીર દુષ્પ્રભાવ હોઇ શકે છે, એવામાં રાજ્યોને આની સામે લડવા માટે જિલ્લા સ્તરે તૈયાર રહેવા કહ્યું છે.

રૉયટર્સ પ્રમાણે, વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. જો આ જ ઝડપ હશે તો 5 કરોડથી 6 કરોડ સુધી પહોંચવામાં 17 દિવસ લાગશે. ગયા અઠવાડિયાથી લગભગ 5 લાખ 80 હજાર સંક્રમણના નવા કેસ દરરોજ સામે આવી રહ્યા છે.

coronavirus covid19 national news