મોદી સરકારની મોટી જાહેરાત,16 જાન્યુઆરીથી શરૂ થશે દેશભરમાં કોરોના રસીકરણ

09 January, 2021 05:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મોદી સરકારની મોટી જાહેરાત,16 જાન્યુઆરીથી શરૂ થશે દેશભરમાં કોરોના રસીકરણ

નરેન્દ્ર મોદી

દેશમાં કોરોના રસીકરણને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. વિશ્વભરમાં 16 જાન્યુઆરીથી રસીકરમ અભિયાન શરૂ થશે. આ સમય દરમિયાન સ્વાસ્થય કાર્યકર્તાઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. શરૂઆતમાં લગભગ 3 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવશે, જે નિશુલ્ક હશે. આ પછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. પહેલા તબક્કામાં જે બાકી 27 કરોડ લોકોનું રસીકરણ થશે, એમનું રસીકરણ ત્યારબાદ શરૂ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા સાથે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની કોરોના રસીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાન સચિવ, સ્વાસ્થય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રસીકરણને લઈને કોવિન એપ પર 79 લાખ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

આ બેઠકમાં વડાપ્રધાનને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે ટૂંક સમયમાં શરૂ થનારી રસીકરણ અભિયાન માટે કેવી તૈયારી કરી રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે (Covin App) કોવિન એપ પર અત્યાર સુધી 79 લાખ લાભાર્થીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, જેમને શરૂઆતમાં રસી આપવામાં આવશે. બેઠકમાં વિગતવાર સમીક્ષા કર્યા પછી, નિર્ણય કરવામાં આવ્યો કે દેશમાં રસીકરણ અભિયાન લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

બે કોરોના વેક્સિનને મળી છે મંજૂરી

જણાવી દઈએ કે તાજેતરમાં ડીસીજીઆઈ (ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા) દ્વારા દેશમાં બે કોરોના વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ બે કોરોના વેક્સિનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin) સામેલ છે.

નોંધનીય છે કે દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)એ 'Covishield'ના ઉત્પાદન માટે એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે ભાગીદારીમાં છે. તેમ જ ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને ‘Covaxin’નું નિર્માણ કર્યું છે.

national news coronavirus covid19 narendra modi