10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન

26 January, 2021 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ગઈ 16 જાન્યુઆરીએ કોવિડ-19 વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત થઈ અને હવે અત્યાર સુધી દેશમાં કુલ 20,23,809 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 9102 નવા કેસ સામે આવ્યા અને આ સમયગાળા દરમિયાન 117 સંક્રમિત લોકોના મોત નીપજ્યાં છે. આ સાથે જ અત્યાર સુધી દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1,06,76,838 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1,53,587 પર પહોંચી ગઈ છે.

તેમ જ દેશમાં હાલ સક્રિય કેસની કુલ સંખ્યા 1,77,266 છે અને કુલ ડિસ્ચાર્જ થનારા કેસની સંખ્યા 1,03, 45,985 છે. જ્યાં સુધી દેશમાં કોવિડ-19 ટેસ્ટની વાત છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિચર્સ (Indian Council of Medical Research) ICMR 25 જાન્યુઆરી, સોમવાર સુધી દેશમાં કોરોના વાઈરસ માટે કુલ 19,30,62,694 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી 7,25,577 સેમ્પલ સોમવારે ટેસ્ટિંગ માટે આવ્યા.

national news coronavirus covid19 new delhi