સતત ચોથા દિવસે 16 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા, 100 લોકોનું મોત

28 February, 2021 09:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સતત ચોથા દિવસે 16 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા, 100 લોકોનું મોત

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે સતત ચોથા દિવસે 16 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 100થી વધારે લોકોના મોત પણ નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે 28 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 752 નવા કેસ સામે આવ્યા છે. તેમ જ 113 લોકોના મોત નીપજ્યાં છે. 11 હજાર 718 દર્દી સંક્રમણમાંથી સાજા થયા છે. આ દરમિયાન સાત લાખ 95 હજાર 723 નમૂનાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના એક કરોડ 10 લાખ 96 હજાર 731 કેસ નોંધાયા છે. એમાંથી એક કરોડ સાત લાખ 75 હજાર 169 દર્દી સાજા થયા છે. મૃત્યુઆંક એક લાખ 57 હજાર 051 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ એક લાખ 64 હજાર 511 છે. દેશમાં અત્યાર સુધી કુલ એક કરોડ 43 લાખ એક હજાર 266 લોકોને રસી આપવામાં આવી છે. કુલ અત્યાર સુધી 21 કરોડ 62 લાખ 31 હજાર 106 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસ 1.48 ટા રિકવરી રેટ 97.10 ટકા અને મૃત્યુ દર 1.42 ટકા છે.

national news coronavirus covid19 new delhi