બૅન્ગલોરમાં એક કૉલેજમાં 40 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ મળી આવતાં ખળભળાટ

18 February, 2021 09:22 AM IST  |  Bangalore | Agency

બૅન્ગલોરમાં એક કૉલેજમાં 40 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ મળી આવતાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

કેરલામાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના બ્લાસ્ટ જોવા મળ્યો છે. અહીં એક કૉલેજના ૪૦ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક અપાર્ટમેન્ટમાં એકસાથે ૧૦૩ લોકો કોરોના સંક્રમિત થયા છે. બૅન્ગલોરની મંજુશ્રી કૉલેજ ઑફ નર્સિંગના ૨૧૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જેમાંથી ૧૮ વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઇસોલેશનમાં રખાયા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ કેરલાના છે. આ બાજુ બૅન્ગલોરના જ બોમનહલ્લીમાં એસએનએન રાજ લૅક-વ્યુ અપાર્ટમેન્ટના ૧૦૩ લોકો કોરોના સંક્રમિત મળી આવતાં હડકંપ મચી ગયો છે. હાલમાં જ આ અપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી અને ત્યારબાદ આ લોકોની કોરોના તપાસ કરાઈ, જેમાં આટલા મોટા પાયે લોકો કોરોના સંક્રમિત થયા છે.

bengaluru coronavirus covid19 national news kerala