યોગ ગુરુ રામદેવ સહિત 5 વિરુદ્ધ FIR, કોરોનિલના ભ્રામક પ્રચારનો આરોપ

27 June, 2020 04:13 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

યોગ ગુરુ રામદેવ સહિત 5 વિરુદ્ધ FIR, કોરોનિલના ભ્રામક પ્રચારનો આરોપ

બાબા રામદેવ

કોરોનાની આયુર્વેદ દવા 'કોરોનિલ' બનાવ્યા બાદ પતંજલિ અને યોગ ગુરુ રામદેવ પ્રશ્નોમાં ઘેરાઇ ગયા છે. બાબા રામદેવની મુશ્કેલીઓ વધતી જોવા મળે છે. કોરોનિલ દવાને લઈને હવે બાબા રામદેવ અને 4 અન્ય વિરુદ્ધ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ કેસ કોરોનાવાયરસની દવા તરીકે કોરોનિલને લઈને ભ્રામક પ્રચાર કરવાના આરોપમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

કોરોનાની દવા તરીકે કોરોનિલને લઈને ભ્રામક પ્રચારના આરોપમાં જયપુરમાં જે પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં પતંજલિના રામદેવ અને બાલકૃષ્ણનું નામ સામેલ છે. જયપુરના જ્યોતિનગર થાણામાં શુક્રવારે આ એફઆઇઆર નોંધાવવામાં આવી છે.

એફઆઇઆરમાં યોગગુરુ રામદેવ અને બાલકૃષ્ણ સિવાય વૈજ્ઞાનિક અનુરાગ વાર્ષ્ણેય, નિમ્સના અધ્યક્ષ ડૉ. બલબીર સિંહ તોમર અને નિદેશક ડૉ. અનુરાગ તોમરને આરોપી બનાવવામાં આવ્યા છે.

national news baba ramdev coronavirus covid19