ગુડ ન્યૂઝઃ ભારતમાં આવતા મહિનાથી કોવિડ-19 વેક્સિનનું ફાઈનલ ટેસ્ટિંગ શરૂ

22 October, 2020 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુડ ન્યૂઝઃ ભારતમાં આવતા મહિનાથી કોવિડ-19 વેક્સિનનું ફાઈનલ ટેસ્ટિંગ શરૂ

ફાઈલ ફોટો

દેશમાં કોવિડ-19 વેક્સિનનું અંતિમ તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઇ શકે છે. ભારત બાયોટેક (Bharat Biotech) ને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કા માટે ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. DGCIની એક્સપર્ટ કમિટીની મંગળવારે યોજાયેલી મીટિંગમાં રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી પ્રાપ્ત થઈ છે.

બિઝનેસ ટુડેમાં આવેલા આર્ટિકલ મુજબ, DGCI એ પ્રોટોકોલમાં થોડુંક સંશોધન કર્યું છે. દેશમાં રસીના ટ્રાયલમાં 25 હજારથી વધુ લોકોનો સમાવેશ થઈ શકે છે. તેમણે 28 દિવસના ગેપમાં પર રસીના બે ડોઝ અપાશે. શરૂઆતના ટ્રાયલમાં રસીના પરિણામોએ આશા જગાવી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસ રસી છે, જેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને બનાવી છે.

કમિટીની 5 ઑક્ટોબરના રોજની એક મીટિંગમાં કંપનીને ત્રીજા તબક્કાના ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી સબમિટ કરવા માટે કહ્યું હતું. કમિટીનું માનવું હતું કે તબક્કા-3 સ્ટડીની ડિઝાઇન તો સંતોષજનક હતી પરંતુ તેની શરૂઆત તબક્કા-2ના સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી ડેટામાંથી યોગ્ય ડોઝ નક્કી કર્યા બાદ થવું જોઇએ. કમિટીએ ફર્મ પાસે પહેલાં એ ડેટાની માંગણી કરી હતી.

ભારત બાયોટેકનો પ્લાન છે કે Covaxin નું અંતિમ ટ્રાયલ દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને અસમમાં કરાયું. કંપની ફેબ્રુઆરી સુધીમાં ફાઇનલ ટ્રાયલના રિઝલ્ટસ આવવાની આશા કરી રહ્યું છે, ત્યારબાદ માર્કેટિંગની મંજૂરી માટે અરજી કરાશે.

coronavirus covid19 national news