COVID-19 Cases in India: નોંધાયા 20 હજારથી વધુ સંક્રમિત, 279 મૃત્યુ

28 December, 2020 11:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

COVID-19 Cases in India: નોંધાયા 20 હજારથી વધુ સંક્રમિત, 279 મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2020ની શરૂઆતમાં કોરોના સંક્રમમના ચપેટમાં આવેલા ભારતમાં સોમવારે સવાર સુધીમાં કુલ સંક્રમિતોનો આંકડો 1 કરોડ 2 લાખને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન નવા સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. દેશમાં આ સમયગાળા દરમિયાન નવા સંક્રમણોના કેસનો આંકડો 20,021 છે. તેમ જ 279 લોકોના મોત નીપજ્યાં છે. આ સાથે દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 2 લાખ 7 હજાર 871 પર પહોંચી ગઈ છે અને આ ઘાતક વાઈરસે ભારતમાં અતાયર સુધી 1,47,901 સંક્રમિત લોકોનું મોત થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં કોવિડ -19 ના સક્રિય કેસની સંખ્યા 2, 77, 301 છે અને આ ચેપથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 97,82,669 છે.

બ્રિટન અને અન્ય યુરોપિયન દેશોમાં વાઈરસના નવા સ્ટ્રેનની સૂચના બાદ ત્યાંથી ગુજરાત આવેલા 12 લોકો સંક્રમિત મળી આવ્યા છે. તેમની સાથે વિમાનમાં પ્રવાસ કરી રહેલા લોકોનું RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યું છે અને પૉઝિટીવ લોકોના સેમ્પ્લ્સને પૂણે સ્થિત NIVમાં આગળ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે તેમનામાં સંક્રમણનું કારણ વાઈરસનો નવો સ્ટ્રેન છે કે જૂનો.

ગુજરાત સિવાય કર્ણાટકમાં રવિવારે 911 નવા કોવિડ-19ના કેસ નોંધાયા છે, ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 9,16,256 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 12,062 થઈ ગઈ છે. દેશમાં ચેપગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં બ્રિટનથી આવેલા 16 લોકો સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. તેમના સેમ્પલ NIVમાં મોકલવામાં આવ્યા છે. એમાંથી બે લોકોના સંબંધીઓને પણ ચેપ લાગવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 8 કરોડ 70 લાખને વટાવી ગઈ છે. તેમ જ મૃત્યુઆંક 17 લાખ 60 હજારથી વધારે થયો છે. દુનિયાભરમાં ચેપના મામલામાં અમેરિકા પ્રથમ અને ભારત બીજા ક્રમે છે. જ્યાં સુધી કોવિડ-19 વેક્સિનેશન અભિયાનની વાત છે તો આજે દેશના ચાર રાજ્યો- આંધ્ર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને આસામમાં આવેલી ડ્રાઈ રનની શરૂઆત કરવામાં આવી છે, જે આવતી કાલે પણ ચાલુ રહેશે. ઈટાલી, જર્મની અને ફ્રાન્સ સહિતના તમામ યુરોપિયન દેશોમાં રવિવારે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે કારણકે આ દેશોમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના મામાલ સામે આવ્યા છે.

national news new delhi coronavirus covid19