ઇન્દોરમાં સૌથી કડક લૉકડાઉનઃ સંપૂર્ણ શહેર જડબેસલાક બંધ રહેશે

31 March, 2020 12:50 PM IST  |  Indore | Agencies

ઇન્દોરમાં સૌથી કડક લૉકડાઉનઃ સંપૂર્ણ શહેર જડબેસલાક બંધ રહેશે

લૉકડાઉન

રોગચાળાના રૂપમાં ઘણા દેશોમાં કોરોના વાઇરસ ફેલાયો છે. ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઈટલીમાં કોરોના વાઇરસનો સૌથી વધુ પ્રભાવ રહ્યો છે. ભારતમાં કોરોના સંકટને પહોંચી વળવા સરકારે ૨૨ માર્ચથી ૨૧ દિવસ માટે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે.

તેમ છતાં કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યા છે. આનું પરિણામ એ છે કે તેના દરદીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશભરમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો વધી રહ્યો છે. આ કારણોસર મધ્ય પ્રદેશ સરકારે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે ઇન્દોરમાં દેશનું કડક લૉકડાઉન મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમ્યાન શહેરનો વ્યવહાર સંપૂર્ણ થોભી જશે. ઇન્દોરમાં અત્યાર સુધીમાં ૩૨ કોરોના પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. આજે ૮ નવા દરદીઓ સામે આવ્યા છે, જેમાંથી ૭ ઇન્દોરના અને ૧ ઉજ્જૈનનો રહેવાસી છે.

શહેરમાં ૧ એપ્રિલ સુધી રૅશન, શાકભાજી, દૂધ, ડેરી અને અન્ય કોઈ માલનું વેચાણ થશે નહીં કે ન હોમ ડિલિવરી મળશે. આ સાથે પેટ્રોલ પમ્પ પણ બંધ રાખવામાં આવશે. લૉકડાઉન અંગે વારંવાર થતી અવગણનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ કડક પગલું ભરવાનું નક્કી કર્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ઇન્દોરમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. વહીવટીતંત્રે ચંદનનગર, રાણીપુરા જેવા વિસ્તારોને વિશેષરૂપે ચિંતિત કર્યા છે અને અહીં હિલચાલ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્દોરમાં સંક્રમિતોની સંખ્યા ૨૨ ઉપર પહોંચી ગઈ છે.

national news indore coronavirus covid19