ભારતમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં સૌથી 17,296 વધુ કેસ, 407 મોત

26 June, 2020 11:48 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં સૌથી 17,296 વધુ કેસ, 407 મોત

કોરોના વાયરસ (ફાઇલ ફોટો)

તમામ પ્રયત્નો છતાં દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નથી થતો. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોનાના અત્યાર સુધી 4,90,401 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. તો મરણાંક પણ 15,301 સુધી પહોંચી ગયો છે. આ સિવાય 2,85,637 દર્દીઓ આ મહામારીને માત આપવામાં સફળ રહ્યા છે. છેલ્લા 24 કલાકમી વાત કરીએ તો જણાવવાનું કે આ દરમિયાન દેશમાં સૌથી વધારે 17,296 નવા કેસ સામે આવ્યા છે. આ કેસ છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 407 લોકોના મોત પણ થયા છે. રિકવરી રેટના આંકડામાં સુધારો જોવા મળ્યો છે. આ 58.24 ટકા સુધી પહોંચી ગયો છે.

મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં અકત્યાર સુધી 77,76,228 લોકોની કોરોના ટેસ્ટ થઈ ચૂકી છે. 24 કલાકમાં 25 જૂન સુધી કોરોનાની ટેસ્ટ 2,15,446 લોકોની થઈ છે. 24 કલાકમાં થયેલી ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલી સૌથી વધુ ટેસ્ટ છે. પૉઝિટિવિટી રેટ-8.02 ટકા પહોંચી ગયો છે.

coronavirus covid19 national news