Covid-19ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો,મહારાષ્ટ્રમાં આંકડો 52 હજાર પાર

26 May, 2020 11:50 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Covid-19ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો,મહારાષ્ટ્રમાં આંકડો 52 હજાર પાર

કોરોના વાયરસના કેસમાં સતત વધારો

વિશ્વના દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો એક લાખ 45 હજાર પાર પહોંચ્યો છે. ત્યારે ફક્ત મહારાષ્ટ્ર દેશમાં કોરોના સંક્રમિતોની સૂચિમાં સૌથી પ્રથમ છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 2,436 નવા કેસ સામે આવ્યા પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 52,667 થઈ ગઈ છે. મહામારીને કારણે વધુ 60 લોકોના મૃત્યુ થયા બાદ મરણાંક 1,695 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડા પ્રમાણે ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 1,45,380 થઈ ગઈ છે. જ્યારે આ વાયરસને કારમે 4,167 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 6,535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોના મોત થયા છે. જો કે, રાહતના સમાચાર એ પણ છે કે 60,491 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. દેશનો રિકવરી રેટ 41.60 ટકા પર પહોંચ્યો છે.

વિભિન્ન રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં કોરોનાવાયરસના 54 લાખથી વધારે કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3.45 લાખ લોકોના વાયરસને કારણો મોત થયા છે. અમેરિકા કોરોનાવાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત છે. અમેરિકામાં કોરોનાવાયરસથી 98,000થી વધારે લોકોના મૃત્યુ થઇ જવાની માહિતી સામે આવી છે.

maharashtra national news covid19 coronavirus