ત્રણ મહિનામાં પહેલી વખત કોરોના કેસનો એક દિવસનો આંકડો ૪૦,૦૦૦થી નીચે

28 October, 2020 12:47 PM IST  |  New Delhi | Agencies

ત્રણ મહિનામાં પહેલી વખત કોરોના કેસનો એક દિવસનો આંકડો ૪૦,૦૦૦થી નીચે

ત્રણ મહિનામાં પહેલી વખત કોરોના કેસનો એક દિવસનો આંકડો ૪૦,૦૦૦થી નીચે

કોરોના વાઇરસના ઇન્ફેક્શનના ૨૪ કલાકમાં નોંધાતા કેસનો આંકડો ત્રણ મહિનામાં પહેલી વખત ૪૦,૦૦૦થી નીચે નોંધાયો હતો. એ ઉપરાંત ૨૪ કલાકનો મરણાંક સતત બીજા દિવસે ૫૦૦થી ઓછો નોંધાયો છે. ગઈ કાલે સવારે આઠ વાગ્યે ૨૪ કલાકમાં ૩૬,૪૭૦ નવા કેસ નોંધાતાં કુલ કેસનો આંકડો ૭૯,૪૬,૪૨૯ પર પહોંચ્યો હતો. એજ રીતે ૨૪ કલાકમાં ૪૮૮ લોકોનાં મરણ નોંધાતાં કુલ મરણાંક ૧,૧૯,૫૦૨ પર પહોંચ્યો હતો. કુલ મરણાંકમાં સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રના ૪૩,૩૪૮ કોરોના દરદીઓની અને સૌથી ઓછા ગુજરાતના ૩૬૯૦ કોરોના દરદીઓની નોંધાઈ છે.
રોગચાળો શરૂ થયા પછી અત્યાર સુધીમાં ૭૨,૦૧,૦૭૦ દરદીઓ સાજા થતાં રિકવરી રેટ 90.62 ટકા અને 1.50 ટકા મૃત્યુદર નોંધાયો હતો. કોરોના ઇન્ફેક્શનના ઍક્ટિવ કેસનો આંકડો સતત પાંચમે દિવસે સાત લાખથી નીચે ૬,૨૫,૮૫૭ એટલે કે ટોટલ કેસલોડના ૭.૮૮ ટકા નોંધાયો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા મુજબ ગયા સોમવારે ૯,૫૮,૧૧૬ સૅમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

national news coronavirus covid19