ભારતમાં જુલાઈમાં કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ થશે

06 April, 2020 01:30 PM IST  |  New Delhi | Agencies

ભારતમાં જુલાઈમાં કોરોનાની વેક્સિનનું માનવ પરીક્ષણ થશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય કંપનીએ અમેરિકન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે મળીને કોરોનાની દવા શોધવાની મથામણ શરૂ કરી છે. જુલાઈમાં હ્યુમન બોડી ઉપર એ દવાનું પરીક્ષણ થશે. અત્યારે લૅબમાં દવાની અસરકારકતા અંગે કામ ચાલી રહ્યું છે. ભારતીય કંપની ભારત બાયોટેકે કોરોફ્લુ નામની રસી ઉપર કામ શરૂ કર્યું છે.

કોરોનાનો સચોટ ઈલાજ શોધવા માટે આ કંપનીએ અમેરિકાની વિન્સકોન્સિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ કામ શરૂ કર્યું છે. તે સિવાય વેક્સિન કંપની ફ્લુજેન સાથે પણ કંપની કાર્યરત છે, જ્યારે કોરોનાના દરદીને આ દવા નાક દ્વારા આપવામાં આવશે. હૈદરાબાદ સ્થિત આ કંપનીએ પરીક્ષણ શરૂ કર્યા છે અને અંદાજે જુલાઈમાં જ માણસ ઉપર સફળ પરીક્ષણ થઈ જશે એવો દાવો પણ થયો છે. પરીક્ષણ સફળ થશે તે સાથે જ કંપની ૩૦ કરોડ ડોઝ તૈયાર કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડ-19ના ૫૮ દરદીઓની સ્થિતિ નાજુક છે. આ દરદીઓ કેરળ, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં છે. કોરોનાના કારણે હાલ જે લોકોનાં મોત થયાં છે, તેમાં સૌથી વધુ કેસ વૃદ્ધોના છે અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય તકલીફો હોય તેવા લોકોના પણ કોરોનાનાં કારણે મોત નીપજ્યાં છે.

national news coronavirus covid19 new delhi